ભારતમાં એન-૯૫ માસ્ક સપ્ટેમ્બર ૨૦૧૯માં સરકારી સંસ્થાનો દ્વારા તમામ કરવેરા સહિત રૂ ૧૨.૨૫ માં લાવવામાં આવ્યો હતો. જાન્યુ-૨૦૨૦માં કિંમત રૂ ૧૭.૩૩ થવા પામ, માર્ચના અંત સુધીમાં આ કિંમત ૬૩ રૂ પિયાએ પહોંચી અને વર્ષના પ્રારંભ સુધી કિંમતમાં રપ૦ ટકા નો વધારો થયો અને હજુ વધારો ચાલુ જ છે. ભાવ નિયમન સંસ્થાન એનપીપીએ દ્વારા એન-૯૫ માસ્કની કિંમત નિયંત્રીત કરવાની હિમાયત કરીછે. સ્થાનિક ધોરણે ઉત્પાદન થાય તો જ આ ભાવ વધારો કાબુમાં આવે સ્થાનીક ધોરણે એન-૯૫ માસ્મનું ઉત્પાદન કરતી કંપનીઓએ રૂ ૯૫ થી ૧૬૫ રૂ પિયા સુધી પહોચેલા ભાવ વચ્ચે ૪૫૦ ટકા થી ૮૫૦ ટકા થી વધુ એમઆરપી સરકારી સંસ્થાન દ્વારા ચુકવવામાં આવે છે.
એન-૯૫ ની એમઆરપી ની યાદી મુખ્ય ચાર ઉત્પાદન કંપતીઓ વિનસ સેફટી એન્ડ મેગનમ અને બે દેશની સૌથી મોટી કંપનીઓનું ઉત્પાદન અંગે એપીપીએ દાવો કર્યો છે. કે રર મેના પરિપત્રમાં ઉત્પાદકો આયાતકારો અને વિક્રેતાઓને બીન સરકારી સંસ્થાઓને વ્યાજબી ભાવે માસ્ક આપવા તાદિક કરી હતી. એનપીપીએએ દાવો કર્યો હતો આ કવાયતથી ૪૭ ટકા જેટલી કિંમત ઓછી કરવામાં સફળતા મળી છે. ર૩ થી ૪૧ ટકા જેટલા પ્રમાણમાં ભાવ નીચે લઇ જવા રહ્યા છે. આ ભાવ ધટાડો તેમ છતાં મુળ કિંમતથી ૧૦ ગણું જાન્યુ. મહીનાની સ્થિતિએ રહેવા પામ્યું છે.
કેન્દ્ર સરકારે ૧.૧૫ કરોડ માસ્ક મંગાવ્યા છે. મોટાભાગે વિનસ સેફટી અને એચ.એલ.એલ. ના માઘ્યમથી મંગાવવામાં આવ્યા હતા. એચ.એલ.એલ, એ કરોડથી વધુ માસ્ક પુરા પાડયા હતા. લાઇફ કેરએ ૪૦ લાખ એન-૯૫ માસ્ક ટેકસ પુરાંત સાથે ૪૦ રૂ ની કિંમતે માર્ચના છેલ્લા અઠવાડીયે પુરા પાડયા હતા. પંદરમી માર્ચે એચ.એલ.એલ. લાઇફકેરએ આજ માસ્ક કર સાથે રૂ ૬૦ માં ખરીદયા હતા અને સરકારને આમ એક માસ્કે વધારાના રૂ ૨૦ લેખે કરોડો રૂ પિયા ચુકવવા પડયા હતા. એવી રીતે એનપીપીએ કિંમતનો આ તફાવત સ્વીકારી શકાય. જાન્યુઆરીમાં જે વસ્તુ રૂ ૧૭.૩૩ માં વેચાય હોય તે જ વસ્તુ હવે રૂ ૧૬૫ માં વેચાતી હોય ત્યારે લુંટવાના આ કાવતરાનો હોસ્પિટલો અને વિમાન સેવાઓ ભોગ બની રહ્યા છે. બોમ્બે હાઇકોર્ટમાં કરદાતાઓના અવાજના રૂ પમાં અંજલી દોમડીયાએ કરેલી જાહેર હિતની અરજીના પગલે આ હકીકત બહાર આવી છે.