ઉતરાયણ બાદ સોનાની માંગમાં વધારો થવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરમાં સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે પરિણામે તેની અસર સોના ઉપર પણ જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર નબળો પડતાની સાથે જ અમદાવાદમાં સોનાનો ભાવ 56 હજાર રૂપિયાએ પહોંચી ગયો છે. એટલું જ નહીં બેન્ક ઓફ જાપાને પોતાની મોનેટરી પોલીસીને વધુ મજબૂત બનાવી છે અને જે વ્યાજનો દર છે તેના બોર્ડ પર તેને પણ વધારી દેવામાં આવ્યો છે પરિણામે વૈશ્વિક બજાર ઘરમાં હતા સોનાનો ભાવ 56000 પહોંચ્યો છે.
ચાંદીમાં પણ એક જ દિવસમાં 1500 રૂપિયાનો વધારો થાય પ્રતિ કિલો 67,500નો વધારો નોંધાયો છે. તજજ્ઞોનું માનવું છે કે સોનામાં થયેલો ભાવ વધારો બુલિયન અને જ્વેલરી માર્કેટ માટે નકારાત્મક છે પરંતુ હાલ કમુર્તાનો સમય ચાલી રહ્યો છે ત્યારે સોનાની માંગમાં જે વધારો હોવો જોઈએ તે જોવા મળતો નથી છતાં સોનાના ભાવમાં ઉતરોતર વધારો થયો હોવાનું પણ સામે આવ્યું છે.
સોનામાં ભાવ વધારા પાછળ આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક મુદ્દાઓ અસર કરતા સાબિત થયા છે ત્યારે મકરસંક્રાંતિ બાદ કરી સોનાને માંગમાં વધારો થવાની શક્યતા હાલ બજારના વ્યાપારીઓ દ્વારા સેવામાં આવી છે. દિવાળીના સમય દરમિયાન અમદાવાદ બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામમાં 3400નો વધારો નોંધાયો હતો. સરકારે જે રીતે સોનામાં હેવી ડ્યુટી લાદી છે ને ભાવ ઉતરોતર વધી રહ્યા છે તેના કારણે સોનાના વેપારીઓ બંધ બારણે સોનાની ખરીદી કરતા નજરે પડે છે અને પ્રતિ 10 ગ્રામ 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.