ઉત્પાદનમાં અછત અનુભવાઈ સામે સ્થાનિક માંગમાં 8 થી 10 ટકાનો વધારો
હાલની સાંપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે ડેરી ચીજ વસ્તુઓ જેવી કે ઘી અને માખણ ને આયાત કરવાની છૂટ આપી દીધી છે જેની પાછળ મુખ્ય કારણ એ છે કે સ્થાનિક માંગમાં આઠથી દસ ટકા જેટલો વધારો થયો છે પરંતુ જે પ્રમાણે ઉત્પાદન મળવું જોઈએ તે હજુ સુધી મળ્યું એનાથી અને દૂધના ભાવો પણ આકાશ આંબી રહ્યા છે. ત્યારે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ કેન્દ્ર સરકારે ઘી અને માખણ ને આયાત કરવાની છૂટ આપી છે જેથી દૂધનો ભાવ અંકુશમાં લાવી શકાય.
તો બીજી તરફ હાલ સાચા ઘી અને માખણની બદલે સિન્થેટિક ઘી મળવાનું શરૂ થયું છે જે લોકોના આરોગ્ય માટે પણ જોખમી છે ત્યારે આ પ્રકારની વિકટ પરિસ્થિતિમાં આ યાદ કરવું હિતાવહ છે અને સામે દિન પ્રતિદિન ઘી અને માખણ ની માંગમાં પણ મદદ વધારો થઈ રહ્યો છે અને સામે ઉત્પાદન તેને પહોંચી શકે તેમ નથી જે વાત ગંભીરતાને ધ્યાને લઈ સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજો સૌથી મોટો પ્રશ્ન ઉભો એ થયો કે ભારતે છેલ્લે વર્ષ 2011માં ડેરી પ્રોડક્ટ ની આયાત કરી હતી પરંતુ હાલ દુધાળા પશુઓમાં લંપી સ્કિનનો રોગ વકર્તા ઉત્પાદન દિન પ્રતિદિન ઘટી રહ્યું છે. ત્યારે માંગને પહોંચી વળવા સરકાર ઘી અને બટરની આયાત કરશે જેથી માંગને પણ પહોંચી શકાય અને દૂધના ભાવોમાં પણ અંકુશ લાવી શકાય. દુધાળા પશુઓમાં આ સ્થિતિ ઉદ્ભવતા દૂધ ઉત્પાદનમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો અને ગત વર્ષે 1.9 લાખ પશુઓના લંપી સ્કિનના રોગના કારણે મૃત્યુ પણ થયા હતા. દુધાળા પશુઓમાં આ રોગનું પ્રમાણ વધતાં વર્લ્ડ બેન્ક કે એનિમલ હેલ્થ સિસ્ટમ સપોર્ટ ફોર વન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ આર્થિક સહાય પણ કરી છે.
ભારતમાં દુધાળા પશુઓની સંખ્યા ખૂબ જ વધુ છે પરંતુ હાલ જે રીતે વિવિધ રોગ પશુઓને લાગી રહ્યા છે તેનાથી તેઓને બચાવવા માટેની જે વ્યવસ્થા ઊભી થવી જોઈએ તે થઈ શકે નથી અને પરિણામે ડેરી ક્ષેત્રે અછત સર્જાય છે અને સરકારે આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે. ભારતમાં જે સ્થિતિ જોવા મળે છે કે દૂધના ભાવમાં અધધ વધારો નોંધાતો હોય ત્યારે જો સરકાર અન્ય ડેરી ચીજ વસ્તુઓની આયાત કરે તો દૂધનો ભાવ અંકુશમાં આવી શકે અને લોકોને સારી ડેરી પ્રોડક્ટ પણ મળી શકે. દુધાળા પશુઓમાં રોગ જોવા મળતા વર્ષ 2022 અને વર્ષ 2023 માં દૂધ ઉત્પાદનમાં સહેજ પણ વધારો નોંધાયો ન હતો.