ગુજરાતમાં સ્પીનિંગ યુનિટો સપ્તાહમાં ત્રણ દિવસ રહે છે બંધ

હાલ કપાસના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે તેની વિપરીત અસર કપાસ સાથે સંલગ્ન યુનિટો પર પણ જોવા મળી રહી છે ત્યારે વધતા ભાવને લઈ તે ખર્ચ તેમના ખરીદનારને લાદી શકાતો ન હોવાથી સ્પીનિંગ યુનિટો  રાજ્યમાં અઠવાડિયામાં ત્રણ દિવસ બંધ રહે છે જે ઘણા પ્રશ્નો ઉદભવીત કર્યા છે.

એટલું જ નહીં વધતા ભાવના કારણે જે ઉત્પાદન શક્તિ હોવી જોઈએ તેમાં પણ 40થી 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને ટેકસટાઇલ વેલ્યુ ચેઈનમાં તેની માઠી અસર જોવા મળી છે.

ટેકસટાઇલ ક્ષેત્રે જે ઉદ્યોગકારો જોડાયેલા છે તેમનું માનવું છે કે, હાલ ભારતમાં જે કપાસના ભાવ સતત વધી રહ્યા છે તેની સરખામણીમાં અન્ય દેશોમાં ભાવ ખૂબ જ ઓછા છે ત્યારે હવે ભાવ વધતા આયાત ઉપર ભારતે વધુ નિર્ભર રહેવું પડશે કારણ કે સ્થાનિક માંગને પણ પહોચી વળવી એટલી જ જરૂરી છે. આ મુદ્દાને સરકારે ગંભીરતાથી ધ્યાને લઇ ની વાર્તાઓ ખૂબ જ જરૂરી છે અને જો આ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળ નીવડશે તો તેની માઠી અસર કપાસ તથા તપાસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારોને પહોંચશે.

સ્પીનિંગ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઉદ્યોગકારોએ સરકારને આ અંગે અરજી કરતાં જણાવ્યું હતું કે જે કપાસ ઉપર ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવેલી છે તેને નાબૂદ કરવામાં આવે જેથી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે અને નિકાસ પણ યોગ્ય રીતે થઇ શકે. એ સમયમાં આ પરિસ્થિતિ જો ઝડપભેર નિવારવામાં નહીં આવે તો ઘણી ખરી તકલીફો તપાસ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો એ વેઠવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.