સચિવાલયમાં કૃષિમંત્રિની અધ્યક્ષતામાં અને ખેડૂત અગ્રણીઓની ઉપસ્થિતિના ભાવપંચની બેઠક મળી, ભાવ વધારા માટે કેન્દ્ર સરકારમાં કરાશે ભલામણ

સચિવાલયમાં કૃષિમંત્રિની અધ્યક્ષતામાં અને ખેડૂત અગ્રણીઓની ઉપસ્થિતિના ભાવપંચની બેઠક મળી હતી. જેમાં ખેત પેદાશોના ભાવમાં 8 ટકાનો વધારો નક્કી કરવામાં આવ્યો છે.

રાજ્યના કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં આજે ગુજરાત કૃષિ ભાવપંચની મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં કૃષિ પેદાશોના આગામી વર્ષ માટેના ભાવ અંગે ચર્ચા કરાયા બાદ તેની ભલામણ કેન્દ્ર સરકાર સમક્ષ કરવાનો નિર્ણય લેવાયો છે. આ બેઠકમાં ખેત પેદાશોના ભાવમાં સૂચવાયો છે. તમામ રાજ્યોમાંથી કૃષિ પેદાશોના ભાવની ભલામણો મેળવ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા જે તે ખેત-પેદાશના નવા ભાવ જાહેર કરાશે. રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સ્ટિીના નિષ્ણાતો દ્વારા ખાતર,દવાઓના ભાવ અને મજૂરી સહ્તિના અન્ય ઘટકોને ધ્યાનમાં લઈ ખાસ અભ્યાસ હાથ ધરાય છે અને તેના અંતે તેઓ રાજ્ય ઉત્પાદિત ખેતી પેદાશો માટેના ક્વીન્ટલ દીઠ સંભવિત ભાવો નક્કી કરે છે.

રાજ્ય કૃષિ ભાવપંચની જ્યારે બેઠક મળે છે ત્યારે તેમાં આ યુનિવર્સ્ટિીઓના નિષ્ણાતો, ખેડૂત અગ્રણીઓ અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના ઉચ્ચાધિકારી હાજર રહે છે તથા તેમની વચ્ચે આ ખેત-પેદાશોના સંભવિત ભાવ અંગે અને કરવાપાત્ર વધારા બાબતે ચર્ચા થાય છે. છેવટે આ ભાવ વધારા અંગેની ભલામણોની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવે છે. આવી રીતે તમામ રાજ્યોમાંથી ભાવ વધારા અંગેની ભલામણો મેળવ્યા બાદ કેન્દ્ર સરકાર કૃષિ પેદાશોના નવા ભાવો નક્કી કરે છે. ગુજરાતમાં આ વખતે ખેતપેદાશોના ભાવમાં 8 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કેન્દ્ર સરકાર સમક્ષ ભલામણ માટે મોકલવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.