Abtak Media Google News

હાલ ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે. કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે સરકાર મફત અનાજનું વિતરણ પણ કરી રહી છે. આવા અનેક પ્રયાસો વચ્ચે પણ ભારતમાં બાળ ભૂખમરાનું પ્રમાણ ભયજનક હોવાનું વિશ્વ કક્ષાએ ચિત્ર ઉપસ્યું છે.

ભારત ભૂખમરાની રીતે અત્યંત ખરાબ સ્થિતિ ધરાવતા દેશોમાં સામેલ છે. ભારત કરતાં પાકિસ્તાનની સ્થિતિ ઘણી સારી હોવાનું માનવામાં આવે છે. દક્ષિણ એશિયાઈ દેશોમાં ભારત કરતાં વધારે ખરાબ સ્થિતિ હોય તો તે ફક્ત અફઘાનિસ્તાનની છે. અહેવાલ મુજબ વિશ્વનું દર ચોથું બાળક ભૂખમરાનું શિકાર છે. તેવો યુનિસેફે ચોંકાવનારો અહેવાલ જારી કર્યો છે.

બાળકો ગંભીર ભૂખમરાનો ભોગ બન્યા છે. યુનિસેફના આંકડા મુજબ દર ચારમાંથી એક બાળક ગંભીર ભૂખમરાની શ્રેણીમાં આવે છે અને અત્યંત ખરાબ આહાર ખાઈને જીવન પસાર કરી રહ્યું છે. યુનિસેફ ચાઇલ્ડ ન્યુટ્રિશન રિપોર્ટ 2024 એ 92 દેશો પર રિસર્ચ કર્યુ. યુનિસેફના બાલ ખાદ્ય ગરીબી પરના રિપોર્ટમાં પાંચ વર્ષની વય ધરાવતા, બાળકનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અહેવાલથી ખબર પડે છે કે બાળકને પોષ્ટિક આહાર મળે છે કે નહીં. ગંભીર બાળ ખાદ્ય ગરીબીમાં બાળકો માટે ખરાબ ભોજન ખરાબ વાતાવરણ અને બાળકો તથા તેના કુટુંબોને પ્રભાવિત કરનારી કુટુંબ દીઠ આવક પણ સામેલ છે. આ અહેવાલમાં ગરીબ અને તેનાથી ઉપર જીવતા બંને કુટુંબોને સામેલ કરવામાં આવે છે.

અહેવાલ મુજબ ગંભીર બાળ ખાદ્ય ગરીબીમાં રહેનાર બાળકોની સંખ્યા બેલારૂસના એક ટકાથી લઈને સોમાલિયામાં 63 % સુધી છે. સોમાલિયા પછી ગિનીમાં 54 %, ગિની-બસાઉમાં 53 % અફઘાનિસ્તાનમાં 49 %, ઈથીયોપિયામાં 46 %, લાઇબેરિયામાં 43 % છે. જ્યારે ભારતમાં આ દર 40 % છે. જ્યારે પાકિસ્તાનના 38 % બાળકો ભૂખમરાનો શિકાર છે.

અહેવાલ પરથી ખબર પડે છે કે ભારત તે 20 દેશોમાં સ્થાન પામે છે જ્યાં બાળકોને પોષણક્ષમ આહાર મળતો નથી. ભારતની સાથે આ શ્રેણીમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પણ છે. અહેવાલ મુજબ પાંચ વર્ષથી ઓછી વયમાં દર ત્રણ બાળકે બે બાળક એટલે કે 66% બાળકો ભૂખમરાનો શિકાર છે. આમ લગભગ 44 કરોડ બાળકોને પોષણક્ષમ આહાર મળી રહ્યો નથી. તેમા પણ ભારતના રિપોર્ટ વધારે ચોંકાવનારો છે. ભારતમાં 40% બાળકો ગંભીર ખાદ્ય ગરીબીમાં હોવા ઉપરાંત બીજા 36% બાળકો મધ્યમ બાળ ખાદ્ય ગરીબીની ઝપેટમાં છે. હિસાબે કુલ આંકડો 76% એ પહોંચે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.