સંસદના બજેટ સત્રની સોમવારથી શરૂઆત થઈ રહી છે. તેમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદબંને સદનને સંબોધિત કરશે. ત્યારપછી નાણા પ્રધાન 2017-18નો ઈકોનોમિક સર્વે રજૂ કરશે. આજે બજેટ સત્ર શરૂ થતાં પહેલાં વડાપ્રધાન મોદીએ પણ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આ બજેટ દેશને ઉર્જા આપે તેવું હશે. રાષ્ટ્રપતિ કોંવિદે બજેટ સત્રમાં બંને ગૃહોને સંબોધન શરૂ કર્યું છે.
રાષ્ટ્રપતિના અભિભાષણની ખાસ મહત્વની વાતો
– આર્થિક સંસ્થાઓને મજબૂત કરાઈ છે.
– વિશ્વમાં ભારતને સન્માન મળ્યું છે.
– દેશની આતંરિક સુરક્ષામાં સુધારો કરવામાં આવ્યો છે.
– આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતે સિદ્ધી હાંસલ કરી છે.
– પાસપોર્ટ સેવાઓનો વિકાસ થયો છે.
– આર્થિક એકીકરણની દિશામાં પગલાં લેવાયા છે.
– આ સરકાર નબળા વર્ગ માટે સમર્પિત છે
– જનધન યોજનાથી 31 કરોડ ગરીબ લોકોના બેન્કમાં ખાતા ખુલ્યા છે.
– મુદ્રા યોજનાથી 10 કરોડ લોકોને લોન આપવામાં આવી છે
– સૌભાગ્ય યોજનાથી 4 કરોડ ગરીબ લોકોને વીજળી અપાઈ છે
– નવી નીતિઓથી ખેડૂતોને ફાયદો થયો છે
– યુરિયાનું ઉત્પાદનમાં સતત વધારો જોવા મળ્યો છે.
– અટલ પેન્શન યોજનાથી નાગરિકોને લાભ થયો છે.
– ખેડૂતોની આવક 2022 સુધી વધે તેના પ્રયત્નો કરીશું
– 2019 સુધીમાં દેશમાં સ્વચ્છ કરીને બાપુને શ્રદ્ધાંજલિ આપીશું
– 99 સિંચાઈ યોજનાને પરિપૂર્ણ કરીશું
– પ્રધાન મંત્રી રોજગારી યોજનાઓમાં 10 કરોડ લોકોને લાભ મળ્યો.
– પછાત વર્ગો માટે શિક્ષણની નવી નીતિ બનાવવામાં આવી છે.
– ગરીબ-મધ્યમ વર્ગ માટે યોગ્ય સ્વાસ્થય સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
– દિવ્યાંગો માટે ઘણી સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
– હ્રદય રોગીઓ માટે સ્ટેન્ડની કિંમતમાં ઘટાડો કર્યો છે
– પ્રધાન મંત્રી સડક યોજનાથી 82 ટકા ગામો જોડાયા
– 93 લાખથી વધુ મકાનોનું નિર્માણ થયું
– શૈચાલયના નિર્માણથી મહિલાઓનું સન્માન જળવાયું
– ડાયાલિસિસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો
– યુવાનો અપાતી રોજગારીમાં વધારો કરવામાં આવ્યો
– સંસદમાં ટૂંક સમયમાં પાસ થશે ત્રિપલ તલાક બિલ
– ખેલ-કુદ ક્ષેત્રે સરકાર સારુ કામ કરી રહી છે.
– અમદાવાદને હેરિટેજનો દરજ્જો અપાયો.
– મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું કામ શરૂ.
– જન ઔષધી ક્ષેત્રમાં 800 દવાઓ સસ્તી કરાઈ.
– સમગ્ર દેશમાં MBBSની બેઠક વધારાઈ.
– દેશના નાના શહેરોમાં પણ રોજગારી ઉપ્લબ્ધ કરાવવામાં આવી છે.
– પરિવહન ક્ષેત્રે આધુનિકતા વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.