સાસણ ગીરની મુલાકાતમાં બીજા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગીર હેરીટેજ લોંજ અને સોવીનીયર શોપની મુલાકાત લીધી
મહામહિમ રાષ્ટ્રપતિશ્રી રામના કોવિંદે સાસણ ગીરની મુલાકાતના બીજા દિવસે સિંહસદન પરિસરમાં વૃક્ષારોપણ કર્યુ હતુ. તેઓએ બારસોલીના છોડ રોપી સિંહ સદનમાં જોવા મળતી હરીયાળી અંગે આનંદ વ્યક્ત કર્યો હતો.
રાષ્ટ્રપતિએ ગીર હેરીટેઝ લોંજ અને સોવીનીયર શોપની મુલાકાત લઇ હસ્તકલાની વસ્તુઓ નિહાળી સનિક લોકોને મળતી રોજગારી અને ગીરની ઓળખ રજુ કરતી વિવિધ વસ્તુઓ અંગેની માહિતી મેળવી હતી. તેઓએ યાદગીરીરૂપે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સહર્ષ સમુહ તસ્વીર લેવડાવી હતી.
વૃક્ષારોપણના સ્થળે ફુલની રંગોળી સોનું શુસોભનની કામગીરી નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ સોનલબહેન શીલુ અને અન્ય કર્મચારીએ બજાવી હતી.
આ મુલાકાત વેળાએ વનમંત્રી ગણપતભાઇ વસાવા, વન વિભાગના વરિષ્ઠ અધિકારી જી.કે.સિંહા, ડી.ટી.વસાવડા, કલેક્ટર ડો.સૌરભ પારધી, નાયબ વન સંરક્ષક મોહન રામ, એસ.પી. સૌરભ સિંઘ તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્તિ રહ્યા હતા.