જી-20 સંમેલનમાં અર્દોગન અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી જેમાં વેપાર અને અન્ય સહયોગ પર પણ ચર્ચા થઈ હતી. અર્દોગને વડાપ્રધાન મોદી અને ભારતની પ્રશંસા કરી હતી. તેમણે યુએનએસસીમાં ભારતના સ્થાયી સભ્યપદ માટે સમર્થન પણ કર્યું હતુ.
જી-20 સંમેલનમાં ભારતની સાથે જોવા મળેલા તુર્કીએ ફરીથી પોતાનો રંગ દેખાડવાનું શરુ કર્યું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78માં સેશનમાં રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગને કહ્યું કે- દક્ષિણ એશિયામાં સ્થિરતા અને વિકાસ માટે કાશ્મીરમાં ન્યાયપૂર્ણ રીતે શાંતિ સ્થાપિત કરવી જરુર છે અને આ ભારત-પાકિસ્તાન વચ્ચે વાતચીતથી જ શક્ય છે. તુર્કીએ પહેલા પણ પાકિસ્તાન પ્રત્યેનો પોતાનો પ્રેમ દેખાડ્યો હતો. ત્યારે ભારત તરફથી એક જ જવાબ મળ્યો છે કે કોઈ અન્ય દેશે ભારતના આંતરિક મામલે બોલવાની કોઈ જ જરુર નથી.
કાશ્મીરમાં ન્યાયપૂર્ણ રીતે શાંતિ સ્થાપિત કરવા ભારતે-પાકિસ્તાન સાથે વાત કરવી જરૂરી:તુર્કી
અર્દોગને કહ્યું કે- કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે જે પણ જરુરી પગલાં લેવામાં આવશે અમે તેનું સમર્થન કરીશું. કાશ્મીર પર બોલ્યા બાદ અર્દોગેને એમ પણ કહ્યું કે- યુએનમાં ભારતને જો સ્થાયી સભ્ય પદ આપવાનો વિચાર કરવામાં આવશે તો તેઓ તેનું સમર્થન કરશે. તેમણે કહ્યું કે યુએનએસસીમાં ભારતની ભૂમિકા મહત્વની છે અને આ ગર્વન વાત છે. અર્દોગને કહ્યું કે દુનિયા પાંચ દેશોથી મોટી છે. અત્યાર સુધી યુએનએસસીમાં માત્ર પાંચ જ દેશો કાયમી સભ્ય છે તે છે અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાંસ અને ચીન.
તુર્કીએ પહેલી વખત કાશ્મીર રાગ નથી આલાપ્યો પરંતુ વારંવાર તેમનો પાકિસ્તાન પ્રત્યેનો મોહ ખુલીને બહાર આવે છે. યુએનની બેઠકમાં પણ અર્દોગેને કહ્યું હતું કે- કાશ્મીરના મુદ્દાનું સમાધાન જરુરી છે. જેના પર ભારતે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતા કહ્યું હતું કે- તેઓ અમારા આંતરિક મામલાથી અંતર જાળવી રાખે. ગત વર્ષે યુએન જનરલ એસેમ્બલીની બેઠકમાં તેમણે કહ્યું હતું કે- આ સમસ્યા લાંબા સમયથી જોવા મળી રહી છે અને બંને દેશોએ મળીને તેનું સમાધાન લાવવું જરુરી છે તુર્કીએ કહ્યું હતું કે- કાશ્મીરમાં આર્ટિકલ 370 હટ્યા બાદ વાતાવરણ ખરાબ થઈ ગયું છે. ક
ાશ્મીરમાં 80 લાખથી વધુ લોકો કેદ છે જેમણ રાજ્યની બહાર જવાની મંજૂરી નથી. તેમણે ભારત વિરુદ્ધ જઈને યુએનજીએમાં કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનની સાથે વોટ આપ્યો હતો. જી-20 સંમેલનમાં અર્દોગન અને વડાપ્રધાન મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થઈ હતી જેમાં વેપાર અને અન્ય સહયોગ પર પણ ચર્ચા થઈ હતી. અર્દોગને વડાપ્રધાન મોદી અને ભારતની પ્રશંસા કરી હતી. તેમણે યુએનએસસીમાં ભારતના સ્થાયી સભ્યપદ માટે સમર્થન પણ કર્યું હતું.