– ગૌ રક્ષા અને ગૌ હત્યાના મુદ્ાઓ લોક ચર્ચાનો વિષય બન્યો છે તેવા સમયે ગુજરાતમાં પણ ગૌ હત્યા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે ગાયએ રાષ્ટ્રીય પશુ હોવુ જોઇએ કે નહિ. એ મુદ્ાની ચર્ચા અમદાવાદમાં યોજાયેલા એક ધાર્મિક મહોત્સવમાં કરવામાં આવી હતી. અત્રે ખાસ વાત એ બની હતી એ ધાર્મિક મહોત્સવ ઓલ ઇન્ડીયા ઇમામ ઓર્ગેનાઇઝશન દ્વારા આયોજીત હતો અને તેના પ્રમુખ ઉંમર અહમદ ઇલ્યાસી દ્વારા જ આ મહોત્સવમાં કહેવામાં આવ્યું હતું કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવી જોઇએ. હિન્દુ ધર્મમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે અને દુનિયાના કોઇપણ ધર્મ સૌ પ્રથમ માનવ ધર્મને જ અનુસરવાનું સુચન કરે છે ત્યારે કોઇ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાઇ નહી તેવું કરવું જોઇએ. અને ઇલ્યાસીનાં આ પ્રકારનાં શબ્દોને ગુજરાત યુનિવર્સિટીનાં કોન્વેશન હોલમાં ઉપસ્થિત તમામ લોકોએ ઉભા થઇને વધાવ્યા હતા.
લોક માન્યતા અનુસાર માંસાહાર તે મુખ્યત્વે મુસ્લીમોનો ખોરાક છે ત્યારે જે એક મુસ્લીમ સંગઠનનાં પ્રમુખ જ ગાયની હત્યા કરવાને બદલે તેને રાષ્ટ્રીય પશુનું બિરુદ આપવાની વાત કરે ત્યારે ખરેખર દુનિયામાં હજુ માનવતાનું અસ્તિત્વ છે. તેવું કહેવામાં કંઇ ખોટુ નથી.
હિન્દુ ધર્મ અનુસાર ગાયમાં ૩૩ કરોડ દેવતાનો વાસ થયા છે અને ગાય પુજનીય પશુ છે ત્યારે ગાયને માતાનો દરજ્જો આપી તેની પુજા કરવામાં આવે છે. તો એ.આઇ.આઇ.ઓ (AIIO) નાં પ્રમુખએ પણ હિન્દુ ધર્મની લાગણી ન દુભાય તે હેતુથી માનવતા દાખવી આ અપીલ કરી છે.