રાજુલા નગરપાલીકામાં મળેલી સામાન્ય સભામાં બાધુબેન વાણીયાની વર્ણી કરવામા આવી તાજેતરમાં જ રાજુલા નગરપાલીકાના પ્રમુખ મીનાબેન વાઘેલા સામે અવિશ્ર્વાસની દરખાસ્ત ૧૮ કોંગ્રેસના અને ૧ ભાજપના ૧૯ સભ્યો સાથે પસાર કરવામાં આવેલ હતી રાજુલા નગરપાલીકાની ચૂંટણીમાં કુલ ૨૮ સભ્યોમાંથી ૨૭ સભ્યો કોંગ્રેસના ચૂંટાઈ આવેલા બાદમાં મીનાબેન વાઘેલાની પ્રમુખ તરીકે વર્ણી કરવામા આવેલ જેની સામે કોંગ્રેસના જ ૧૮+૧ ભાજપના મળીને અવિશ્ર્વાસની દરખાસ્ત પસાર કરેલ બાદમાં આજરોજ સામાન્ય સભા બોલાવવામાં આવેલ હતી જેમાં કોંગ્રેસના ૯ સભ્યો મીનાબેન વાઘેલા જૂથના ગેરહાજર રહેલ હતા.આમ કોંગ્રેસના જ જુથના બાધુબેન વાણીયાની પ્રમુખ તરીકે વર્ણી થયેલ હતી.
આ તકે કોંગ્રેસના આગેવાન બાબુભાઈ જાલંધરાએ જણાવેલ હતુ કે આહિર સમાજના બાધુબેનની પ્રમુખ તરીકે વર્ણીતા રાજુલાનો સર્વાંગી વિકાસ અમો કરીશુ અને તેમાં સૌ લોકો સાથ સહકાર આપે તથા પાલીકાના સદસ્ય દિપભાઈ ધાંખડાએ જણાવેલ કે અમોએ બાધુબેન વાણીયાની પ્રમુખ પદે વરણી સર્વ સંમતિથી કરેલ છે. આ અંગે અંબરીશભાઈ ડેર ધારાસભ્યનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે, બંને જૂથને એક કરવાના પ્રયત્નો કરવામાં આવેલ પરંતુ તેવું થઈ શકે નથી અને બીજા જુથના ૯ સભ્યો ગેરહાજર સંબંધે પણ તેઓએ જણાવેલ કે બંને જુથો સાથે રહેવા સંમત નહી થતા આવું બનેલ છે. અમોએ એક કરવાના પ્રયત્નો સફળ થયેલ નથી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com