નેપાળના પ્રથમ મહીલા રાષ્ટ્રપતિ વિઘાદેવી ભંડેરી હવાઇ માર્ગે દ્વારકા હેલીપેડ ખાતે પ્રાઇવેટ હેલીકોપ્ટર મારફત પધાર્યા હતા. જયાં તેમનું સ્વાગત જીલ્લા કલેકટર એચ.કે.પટેલ, ધારાસભ્ય પબુભા માણેક, નગરપાલીકા પ્રમુખ નીલાબેન ઉપાઘ્યાય, જીલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા દ્વાર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જયાંથી દ્વારકાધીશ જગતમંદીરે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, દ્વારકાધીશ દેવસ્થાન સમીતીના ઉપાઘ્યક્ષ ધનરાજભાઇ નથવાણી, સદસ્યો પરેશભાઇ ઝાખરીયા, હરિભાઇ આધુનિક તથા દ્વારકા શહેર ભાજપ પ્રભારી રમેશભાઇ હેરમા વિગેરેએ તેમનું દ્વારકાધીશનું ઉપરણું ઓઢાડી સન્માન કર્યુ હતું. દ્વારકાધીશ મંદીરે શ્રીજીના દર્શન કરી પાદુકાનું પૂજન કર્યુ હતું. મંદીરના શીખર ઉપર નૂતન ઘ્વજાજીનું આરોહણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેમણે શારદામઠની મુલાકાત પણ લીધી હતી. અડધી કલાકના ટુંકા રોકાણ બાદ તેઓ હવાઇ માર્ગે પરત રવાના થયા હતા.
નેપાલના રાષ્ટ્રપતિ દ્વારા દ્વારકાધીશનું પાદુકા પૂજન, જગતમંદીરે ઘ્વજારોહણ
Previous Articleઆજે પ્રદેશ ભાજપના હોદેદારોની બેઠક: આવતીકાલથી કારોબારી
Next Article ધોરાજીનાં પક્ષીપ્રેમી ૫૦૦ ચકલીઓનો ઉછેર કરે છે