વિશ્વ નું સૌથી જૂનું સંગઠિત યોગા કેન્દ્ર મુંબઈનું ધ યોગા ઈન્સ્ટિટયૂટ યોગાની ઉત્કૃષ્ટ સેવા મારફતે લાખો લોકોનાં જીવનમાં પરિવર્તનનો પવનફુંકવાનાં ૧૦૦ વર્ષ પૂર્ણ કરવાની ઉજવણી માટે સજજ છે અને આ પ્રસંગને ભારતનાં સૌથી મોટા વેલનેસ ફેસ્ટિવલ તરીકે ઉજવણી કરશે. આ કાર્યક્રમ મુંબઈમાં બે દિવસ ચાલશે. ભારતનાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત હશે અને ૨૮ ડિસેમ્બર, શુક્રવારે આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. જેમાં મહારાષ્ટ્રનાં રાજયપાલ સી વિદ્યાસાગર રાવ, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસઅને ધ યોગા ઈન્સ્ટિટયૂટ, મુંબઈના ડાયરેકટર ડો.હંસાજી જયદેવ યોગેન્દ્ર ઉપસ્થિત રહેશે. મહત્વનું છે કેદરરોજ ધ યોગા ઈન્સ્ટિટયુટમાં તાલીમ અને સ્વાસ્થ્ય માટે સલાહ લેવા આશરે ૨૦૦૦ લોકો મુલાકાત લે છે. વર્ષોથી ધ યોગા ઈન્સ્ટિટયૂટે ૧૨૦ દેશોમાં ૫૫,૦૦૦થી વધારે યોગા ટીચર્સને તાલીમ આપીને સર્ટીફીકેશન પણ આપ્યું છે જે લાખો લોકોને કુટુંબને યોગાની મદદ સાથે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા લાખો લોકોને મદદ કરે છે.
મુંબઈમાં ધ યોગા ઈન્સ્ટિટયુટના ૧૦૦માં વર્ષની ઉજવણીનું રાષ્ટ્રપતિ દ્વારા ઉદ્ઘાટન
Previous Articleજસદણના ૨૬૨ મતદાન મથકો માટે ઇલેકટ્રોનિક વોટીંગ મશીન ડિસ્પેચ કરાયા
Next Article આજી ડેમમાં ન્હાવા પડેલા પિતા-પુત્રના ડુબી જતા