સિનિયર એડવોકેટ વૈભવી નાણાવટી, નિર્ઝટ કુમાર દેશાઇ અને નિખીલ શ્રીધરન બન્યા જજ
ગુજરાત હાઇકોર્ટમા ત્રણ નવાં ન્યયામૂર્તિઓની નિયુક્તિની સુપ્રીમ કોર્ટ કોલેજીયમની ભલામણને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે અને આ અંગે કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રાલયે પરિપત્ર જાહેર કર્યો છે. એવડોકેટ વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઇ અને નીખિલ શ્રીધરન કરિયલ આગામી દિવસોમાં હાઇકોર્ટના જજ તરીકે શપ લેશે.
હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં એડવોકેટ વૈભવી દેવાંગ નાણાવટી, નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઇ અને નિખિલ શ્રીધરન કરિઅલને હાઇકોર્ટના જજ તરીકે નિયુક્તિ કરવાની ભલામણ સુપ્રીમ કોર્ટના કોલેજીયમે ૧૪મી ઓગસ્ટના રોજ ભલામણ કરી હતી અને આજે રાષ્ટ્રપતિએ આ ભલામણને મંજૂરી આપી છે. આ ત્રણેય આગામી ન્યાયમૂર્તિઓ જ્યારી ચાર્જ સંભાળે ત્યારી તેમની સિનિયોરિટી ગણવા આ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.એડવોકેટ વૈભવી દેવાંગ નાણાવટીએ વર્ષ ૧૯૯૫માં પ્રેક્ટિસ શરૃ કરી હતી અને હાઇકોર્ટના વિદ્ધાન ધારાશાીઓમાં તેમની ગણના ાય છે. તેઓ મુખ્યત્વે કોન્સ્ટિટયુશનલ, સિવિલ, ક્રિમીનલ, એજ્યુકેશન, લેન્ડ લો અને સર્વિસ ક્ષેત્રે પ્રેક્ટિસ કરે છે. એડળઓખએટ નિર્ઝરકુમાર સુશીલકુમાર દેસાઇએ વર્ષ ૧૯૯૭માં પ્રેક્ટિસ શરૃ કરી હતી અને તેઓ મુખ્યત્વે કોન્સ્ટિટયુશનલ, સિવિલ, ક્રીમિનલ અને સર્વિસ ક્ષેત્રના કેસોની પ્રેક્ટિસ કરે છે. તેઓ સરદાર સરોવર નિગમની પેનલના એડવોકેટ હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે તેમણે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ રજૂઆતો કરી હતી. એડવોકેટ નિખિલ કરિઅલ કોન્સ્ટિટયુશનલ, સર્વિસ ,સિવિલ સહિતની કાયદાની વિવિધ શાખાઓમાં પ્રેક્ટિસ કરે છે અને અગાઉ કેટલીક મહત્વની જાહેર હિતની અરજીઓમાં તેમના મારફતે હાઇકોર્ટમાં કરવામાં આવી છે