પૃથ્વીની બહાર એસ્સેલડસ એકમાત્ર એવું સ્થાન છે જયાં જીવન જીવવા માટે સંભવ ઉર્જાસ્ત્રોત છે વૈજ્ઞાનિકો
શનિના મહાસાગર વાળા ચંદ્રમાંથી અંતરિક્ષમાં આઈસ પ્લમ્સ હાઈડ્રોથર્મલ વેન્ટસમાંથી હાઈડ્રોજન ઉત્પન્ન થાય છે. ચંદ્ર પર હાઈડ્રોજનની હાજરી સમસ્ત માનવ જીવ માટે એક આશાનું કિરણ છે. જોકે, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ સંશોધન પૃથ્વી પર જીવન વિકાસમાં મદદ‚પ થશે.
જનરલ સાયન્સના સંશોધનો પ્રમાણે, પૃથ્વીનીબહાર એસ્સેલડ્સ એક માત્ર એવું સ્થાન છે કે જયાં વૈજ્ઞાનિકોએ જીવન જીવવા માટે સંભવ ઉર્જા સ્ત્રોત માટેનું પ્રત્યક્ષ પ્રમાણ શોધી કાઢ્યું છે. આ પ્રકારની સ્થિતિમાં જો ગરમ ખડકો સાગરનાં પાણી સાથે ભળે છે તો હોઈ શકે છે કે ચાર અરબ વર્ષો પહેલા પૃથ્વી પર માઈક્રોબીયલ જીવનની ઉપસ્થિત હશે.
મૈસાચુસેટ્સમાં વુડસ હોલ ઓસોનોગ્રાફીક ઈન્સ્ટીટયુશનના ભૂગર્મીવાદી જેફરી સેવાલ્ડે એક કમેંટરીમાં લખ્યું કે, આ અવલીકન એસ્સેલડ્સ ઉપર જીવનની સંભાવના માટે એક મૌલિક પ્રભાવ છે. આ સંશોધન નાસાના કૈસિની અંતરિક્ષ યાન દ્વારા કરવામાં આવ્યું હતુ.
ઓકટોમ્બર ૨૦૧૫માં મોલેકયુલર હાઈડ્રોજનની શોધ અને કૈસિનીના છેલ્લા પાસ દરમિયાન એસ્સેલડ્સના પ્લમ્સના માધ્યમથી ચંદ્રના દક્ષિણી ધ્રુવથી ૩૦ માઈલ (૪૯ કિલોમીટર) સિમડ હતુ વર્ષ ૨૦૦૫માં કૈસિનીએ એસ્સેલડ્સના ગિયર્સની શોધ કરી હતી. જે અંતરીક્ષમાં હજારો માઈલની દૂરી પર શૂટ કરી શકે છે. એક દાયકા બાદ વૈજ્ઞાનિકોએ શનિની ચારો તરફ અને ચંદ્રની થોડી મોટી કક્ષાને માથવા તેના આઈસી, શેલની નીચે ૧૯ થી ૨૫ માઈલ (૩૦ થી ૪૦ કીમી) એક મહાસાગર શોધ્યો હતો.
બૃહસ્પતિ અને શનિની પરિક્રમમં ચંદ્રને ભૂમિગત મહાસાગરોનો સમાવેશ કરવા માટે ઓળખાય છે. પરંતું એસ્સેલડ્સ જ એક એવું સ્થાન છે. જયાં વૈજ્ઞાનિકોએ જીવન માટે પૂરતી ઊર્જા સ્ત્રોત શોધી કાઢયા છે. એસ્સેલડ્સનો ૩૧૦ માઈલ (૫૦૦કીમી) વ્યાસ છે. આમ, ચંદ્રમા ઉપર હાઈડ્રોજનની હાજરી માનવ જીવન માટે એક આશાનું કિરણ છે. પૃથ્વી સિવાય આ સ્થાન પર જીવન જીવવાના એંધાણો વૈજ્ઞાનિકોને મળી આવ્યા છે.