આ વખતની રથયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ અલગ અલગ ત્રણ રથમાં નગરયાત્રએ નીકળશે
ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીના ભાગરૂપુે રવિવારે કૈલાસધામ આશ્રમ ખાતે શહેરના વિવિધ મંડળો અને ધાર્મિક સંસ્થાની બેઠક મળી હતી. જેમાં ૪૦ થી વધુ સંતો અને ૨૭૫થી વધુ પ્રતિનીધીઓ ઉપસ્થિત રહીયા હતા. આ વખતની અષાઢીબીજની રથયાત્રાને વધુ ભવ્ય બનાવવા માટે કાર્યકરોમાં જબરો ઉત્સાર જોવા મળી રહ્યો છે. જગન્નાથ ભગવાનની રથયાત્રાની તૈયારીઓ પૂર્ણતાના આરે છે અને સંતો-મહંતોની પધરામણી શ‚ થઇ ચુુકી છે. આ વખતની રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ અલગ-અલગ ત્રણ રથમાં નગરયાત્રાએ નીકળશે. શહેરભરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા હોર્ડીગ અને બેનરો લગાવવામાં આવ્યા છ.ે રથયાત્રા દરમ્યાન પંદર મણ ફણગાવેલા મગના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રથયાત્રા કૈલાશધામ મંદિરથી સવારે ૭:૩૦ વાગ્યે જીલ્લા કલેક્ટર વિક્રાંત પાંડે, પોલીસ કમીશ્નર અનોપસિંહ ગેહલોત, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનીધીપાની, હરિદ્વાર, ઋષિકેશ સહિત ભારતભરમાંથી પધારેલા સંતો-મહંતોની ઉપસ્થિતીમાં રથયાત્રાનું પ્રસ્થાન થશે. આ રથયાત્રામાં ૭૦થી વધુ ફલોટ જોડાશે. રથયાત્રને વધુ ભવ્ય બનાવવા માટે જે સંસ્થાઓનો સહયોગ સાંપડીયો છે. તેમાં સમસ્ત નાનામૌવા ગામ, સમસ્ત રાજપુત સમાજ, યુવા સેના, બાલાજી ફેન્ડસ ગૃપ, વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન, હિન્દુ યુવા વાહિની, રાધેશ્યામ ગૌશાળા-રૈયાધાર, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, રંગીલા ધુન મંડળ, બાલક હનુમાન મિત્ર મંડળ, બડા બજરંગ મિત્ર મંડળ, ત્રિમૂર્તિ બાલાજી મંદિર-૧૫૦ ફુટ રીંગ રોડ, વૃંદાવન ચેરીટેબલ ટ્રસ્ટ, યશ શરાફી મંડળી લી., રધુવીર યુવા સેના, દાણાપીઠ વેપારી એસોસિએશન, ઝાંઝર ગૃપ, સતા હનુમાનજી મંદિર, લ ખીરસરા, ગુર્જર રાજપુત ક્ષત્રિય સમાજ-તુલશી બંગ્લોઝ, વિશ્ર્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, આશિર્વાદ મંડપ સર્વિસ, વિશ્ર્વકર્મા મંદિર, કુમ કુમ ગૃપ, આશાપુરા મંદિર-પેલેસ રોડ, એનીમલ હેલ્પલાઇન, જલારામ મંદિર-ઘંટેશ્ર્વર,નાજુક યુવા ગૃપ, કોઠારીયા કોલોની, રધુવંશી પરિવાર, માલધારી ગૃપ, ક્રિષ્ના યુવા ગૃપ, મવડી,શિવ યુવા ગૃપ ભક્તીનગર સર્કલ, વૃંદાવન ગૃપ, સરદાર ઇન્ડસ્ટ્રીઝ લોઠડા, લકઝરીયસ લાઇટીંગ, અમનીમાર્ગ, જય જયન્નાથ લાઇટીંગ એન્ડ ડેકોરેશન રોડ વિગેરે સંસ્થાઓ જહેમત ઉઠાવી રહીયા છે. રથયાત્રા દરમ્યાન સંતો અખાડાના દાવ કરશે તેમજ ખાસ વિશેષ ભાગડા નૃત્યનો કાર્યક્રમ પણ રાખેલ છે. તેમ મંદિરના મંહત પરમ પૂજ્ય ત્યાગી રામકિશોરદાસબાપુની યાદીમાં જણાવાયું છે.