લોકસભામાં જીત મળે તો ઠીક પરંતુ મોદી વડાપ્રધાન પદે ફરી રિપીટ ન થાય તે માટે શિવસેના, ટીડીપી અને અકાલીદળ સહિતના ભાજપના સાથી પક્ષો સો કોંગ્રેસ બેઠક કરી શકે
૨૦૧૯ લોકસભા ચૂંટણી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આ ચૂંટણી જીતવા માટે પોતાના મહારીઓને મેદાનમાં ઉતારવા તૈયારીઓ કરી છે. જો સત્તા મળે તો ઠીક પરંતુ ભાજપ વધુ સીટો મેળવશે તો પણ મોદીને વડાપ્રધાન તરીકે બાકાત રાખવાનો વ્યૂહ કોંગ્રેસે ઘડી કાઢયો છે. કોંગ્રેસ મોદી વડાપ્રધાન ન બને તે માટે ભાજપ સો પરાણે જોડાયેલા પક્ષોનો સહારો લેશે.
૨૦૧૪માં કોંગ્રેસને ખુબજ ભયંકર પરાજય આપનાર મોદીી કોંગ્રેસનું હાઈ કમાન્ડ રે છે. આગામી ટર્મમાં મોદી વડાપ્રધાન પદ નિયુકત ન થાય તે માટે કોંગ્રેસે તૈયારી કરી છે. કોંગ્રેસ શિવ સેના, ટીડીપી તેમજ અકાલી દળ સો આ મામલે ચર્ચા કરશે. અહીં ઉલ્લેખનીય છે કે, ઘણા સાથી પક્ષો ભાજપી વડાપ્રધાન મોદીના કારણે નારાજ છે.
રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર, રાજસન, મધ્યપ્રદેશ, હરીયાણા, ઝારખંડ અને છત્તીસગઢ તેમજ પંજાબમાં ભાજપને ફટકો પહોંચાડવા માટે યોજના ઘડી કાઢી છે. જો કોંગ્રેસ ૬૦ જેટલી બેઠકો બોનસમાં લઈ લે તો વડાપ્રધાન મોદી ફરી રીપીટ થાય તેવી શકયતા ઓછી છે તેવું કોંગ્રેસીઓનું માનવું છે. મોદીના સને રાજનાસિંહને આગળ કરવામાં આવે તે માટેનું પ્લાનીંગ પણ ચાલી રહ્યું છે.