હાલ, રેવન્યુ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા અને મુળ રાજકોટના હસમુખ અઢીયાની નાણા સચિદપદે નિમણુંક
નાણાં સચિવ પદે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાની નિમણુંક કરાઇ છે. જેથી હવે, આગામી બજેટની તૈયારીઓ ટીમ અઢિયાના વડપણ નીચે થશે. નવા નાણાકીય સચિવ હસમુખ અઢીયા મુળ રાજકોટના છે કે જેઓ નાણા મંત્રાલયમાં સીનીયર મોસ્ટ અધિકારી છે.
મુળ રાજકોટના હસમુખ અઢીયા રેવન્યુ સેક્રેટરી પણ છે. અઢીયા ગુડસ એન્ડ સર્વિસ ટેકસ જીએસટીની અમલવારીમાં તરલતા લાવવાના પ્રયત્નો કરશે અને આગામી બજેટની તૈયારીઓમાં ઝુંટાશે. નાણામંત્રી અ‚ણ જેટલીની આ વખતેની બજેટ ટીમમાં અઢીયા સહીત ઘણા નવા ચહેરાઓ દેખાશે ગયા વર્ષની બજેટની ટીમમાં સેક્રેટરી નીરજ ગુપ્તા, મુખ્ય અર્થશાસ્ત્રીય સલાહકાર અરવિંદ સુબ્રમણીયમ અને સીબીડીટી ચેરમેન સુશીલ ચંદ્ર સામેલ હતા. જયારે આ વર્ષે નાણાંકીય બજેટ ટીમમાં ઘણા નવા ચહેરાઓ સામેલ થયા છે. નાણાં સચિવ પદે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાની સાથે એસસી ગર્ગની નવા અર્થશાસ્ત્ર સંબંધીત સચિવ પદે નીમણુંક કરાઇ છે. જયારે ગયા અઠવાડીયે જ એ.એન. ઝાની એકસપેન્ડીચર સેક્રેટરી તરીકે નીમણુંક થઇ હતી. તેમજ તાજેતરમાં રાજીવ કુમારની નાણાકીય સેવા સચિવ પદે અને વનાજા સરણની સીબીઇસી ચેરમેન તરીકે વરણી કરાઇ હતી. આ ઉપરાંત દેશભરમાં વિવિધ ચીજવસ્તુઓની હેરફેર અને નેટવર્કમાં સુધારાને લઇ કોમર્સ ડીપાર્ટમેન્ટમાં સેક્રેટરી તરીકે બીનીય કુમારનીનીમણું ક કરાઇ છે. નાણાં સચિવની નીમણુંક થતા બજેટની તૈયારીઓ માટે ટીમ સજજ બની છે.