દીવમાં વગર વરસાદે પ્રિમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. ગંગેશ્વર રોડ પર આજે મસમોટો ભૂવો જોવા મળ્યો હતો. જેને લઈને ગંગેશ્વર રોડ પર ટ્રાફિકજામ થયો હતો. આ સાથે જ દીવ તથા ઘોઘલાના રસ્તાની પણ બિસ્માર હાલત જોવા મળી રહી છે. જેને લઈને સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે
દીવમાં વગર વરસાદે તંત્રની પોલ છતી થઈ ગઈ છે અને તંત્રનાં સબસલામતના દાવાઓ પોકળ સાબિત થયા છે. આ સાથે જ હલકી ગુણવત્તાના કામોનો ઢાંકપીછોડો કરવામાં આવતો હોય તેવું સામે આવ્યું છે. જો શહેરમાં ભારે વરસાદ પડે તો શહેરમાં અનેક રસ્તાઓ પર ભૂવાઓ પડે તેવી સંભાવના છે.
તો બીજી તરફ સામાન્ય વરસાદમાં જ ક્યાંક રસ્તાઓ ધોવાઇ ગયા છે. જેને પગલે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓ થઇ રહી છે.