મોરબીના લીલાપર રોડ પર આવેલા લેક્સસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આગામી ૧૫ એપ્રિલથી પટેલ પ્રીમિયર લીગ રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટ યોજાવા જઈ રહી છે. જેમાં ૬૪ ટીમો ભાગ લેનાર છે હાલ ટીમની એન્ટ્રી પ્રક્રિયા ચાલી રહી છે.આ સાથે ટુર્નામેન્ટ અંગેની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે.
પટેલ પ્રીમિયમ લીગ રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટના વિજેતાઓને રૂપિયા એક લાખ રોકડા તેમજ ટ્રોફી થી સન્માનિત કરવામાં આવશે. રનર્સ-અપ ટીમને ૪૪ હજાર રોકડા તેમ ટ્રોફી આપવામાં આવશે .સેમિફાઇનલ ટીમને રૂપિયા ૧૫ હજાર રોકડા તેમજ ટુર્નામેન્ટના મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ , બેસ્ટ બોલર, બેસ્ટ બોલરને ઈનામોથી સન્માનિત કરવામાં આવશે.
ટૂર્નામેન્ટની દરેક મેચ ૧૨ ઓવરની રાખવામાં આવી છે સેમિફાઇનલમાં ૧૪ ઓવર રહેશે તેમજ ફાઇનલ મેચ ૧૬ ઓવરની રહેશે. ટૂર્નામેન્ટની દરેક લીગ મેચમાં ત્રણ ઓવર પાવર-પ્લે અને સેમી અને ફાઈનલમાં ચાર ઓવર પાવર-પ્લે રહેશે. મેચનો પ્રથમ રાઉન્ડ દરરોજ સાંજે સાત વાગ્યાથી શરૂ કરવામાં આવશે આ ટુર્નામેન્ટમાં ફક્ત મોરબી જિલ્લાના પટેલ સમાજના પ્લેયરો ભાગ લઈ શકશે.
ટુનામેન્ટ ને સફળ બનાવવા માટે આયોજકો યોગેશ કાસુન્દ્રા, યજ્ઞેશ આદ્રોજા, તરુણ ભીમાણી ,મનોજ કાવડિયા, પ્રતિક કાસુન્દ્રા અને બાલુ અઘારા જહેમત ઉઠાવી રહ્યા છે.
ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પરમેશ્વર રેક્ષીન મોલ સનાળા રોડ, એબીસી ટેલિકોમ, લીલાપર ભરત પાન, બાપાસીતારામ ચોક, રાધે પાન, કેનાલ રવાપર ચોકડી, ભીમાણી સ્ટોર, રામચોક પટેલ પાન, બોની પાર્ક ધરતી ટાવર, પટેલ પાન સિરામિક પ્લાઝા, ન્યુ વિશાલ સ્ટોર, લાતી પ્લોટ, નવરંગ પેઇન્ટ, શનાળા રોડ,અપના શોપિંગ મોલ ,સુપર માર્કેટ ખાતેથી ફોર્મ મેળવી શકાશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com