લોકોએ ખેતરમાં માત્ર શાકભાજી ઉગતા જોયા છે કે લોકોને ઉગાડતા જોયા છે.પરંતુ એવી કોઇ જગ્યા વિશે વાત સાંભળી છે કે એક એવુ ખેતર જ્યાં ડાયમંડ ઉગે છે. આ વાત સાંભળતા જ થોડું અચરજ થશે પરંતુ આ સત્ય છે. અમેરિકાના અરકાંસાસ નેશનલ પાર્ક જે ૩૭ એકરમાં ફેલાયેલ છે. આ પાર્કની જમીનમાંથી સાચા હિરા નીકળે છે. નાના માણસમાંટે હિરા ખરીદવામાં એક સ્વપ્ન હોય છે પરંતુ આ બાગમાંથી મોટા પ્રમાણમાં હિરા મેળવી શકાય છે.
એવુ કહેવાય છે કે આ બગીચામાં આવીને હિરા મેળવી કેટલાય લોકો માલામાલ થયા હોવાના અનેક કિસ્સાઓ ધ્યાનમા આવેલ છે. ૧૯૦૬ માં જોન હડલેસ્ટોન નામમા એક વ્યક્તિએ સૌથી પહેલાં આ હિરા ઉગાડતા બગીચીની શોધ કરી હતી. આ વ્યક્તિને માત્ર ૨ ચમકદાર હિરા મળી આવતા તે ખુબ દ અચરજ પામ્યો હતા. હિરા મેળવીને ખુશ થયેલ આ માણસે આ હિરાની તપાસ કરતા જાણવા મળ્યુ કે તેની કિંમત બહુ જ વધારે હતી.
આ ઘટના બાદ અહીં એક પાર્ક બનાવી દેવામાં આવ્યા છે જ્યાં ખોદકામ કરતા અત્યાર સુધીમાં ૭૫૦૦૦થી વધુ હિરા મળી આવ્યા છે. આ બગીચામાં ફરવા એક 14 વર્ષિય છોકરાને ૩૦ મીનીટ ફરતાં તેને ૭.૪૪કેરેટનો ખુબ કિંમતી ડાયમન્ડ મળી આવ્યા હતો.