દેશના ૮૦ કરોડ નાગરિકોને નવેમ્બર માસ સુધી પાંચ કિલો ઘઉં કે ચોખા તેમજ એક કિલો ચણા આપવાના વડાપ્રધાનના નિર્ણયને આવકારતા ભરત પંડયા-જીતુ વાઘાણી

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્ર જોગ કરેલા સંબોધનમાં દેશના કરોડો નાગરિકોનું હિત ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજનાને નવેમ્બર સુધી લંબાવવાની કરેલી જાહેરાતને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણી અને પ્રદેશ ભાજપ પ્રવકતા ભરત પંડયાએ  આવકારી હતી અને કોરોના વાયરસ મહામારીના આ સંકટના સમયમાં સંવેદનશીલ અને પ્રજાભિમુખ નિર્ણય લેવા બદલ આભાર સહ અભિનંદન પાઠવ્યા હતા.

વાઘાણીએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમય દરમિયાન પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી  અમિતભાઇ શાહ ના નેતૃત્વમાં કેન્દ્રની સરકાર અને મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્યની ભાજપા સરકારે જરૂરિયાતમંદોની બનતી તમામ સેવા કરી છે, ભાજપાના કાર્યકરો એ પણ રાષ્ટ્રીય અધ્યક્ષ  જે.પી.નડાજીના માર્ગદર્શન હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ હા ધરી હતી.

વાઘાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજનાનું વિસ્તરણ નવેમ્બર માસ સુધી વાી દેશના ૮૦ કરોડ નાગરિકોને દર મહિને પાંચ કિલો ઘઉં અવા ચોખા તેમજ એક કીલો ચણા દર મહિને આપવામાં આવશે.આગામી સમયમાં જ્યારે વિવિધ તહેવારો આવી રહ્યા છે ત્યારે દેશનો જરૂરીયાતમંદ ભૂખ્યો ન સુવે તે માટે પ્રધાનમંત્રીએ લીધેલો પંડિત દિનદયાલ ઉપાધ્યાયજીના અંત્યોદયના સિદ્ધાંતને ચરિર્તા કરતો આ નિર્ણય અત્યંત સરાહનીય છે.

વાઘાણીએ જણાવ્યું હતું કે, વિશ્વની સૌી મોટી આરોગ્ય સુરક્ષા યોજના આયુષ્માન ભારત યોજના ની માફક જ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના એ વિશ્વની સૌી મોટી અન્ન સુરક્ષા યોજના બનશે. આજે દેશ પાસે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના રૂપમાં એક સંવેદનશીલ, નિર્ણાયક, મજબૂત નેતૃત્વ છે તેના પરિણામસ્વરૂપ જ કોરોના જેવી આ ગંભીર બીમારી સામેની લડત આપણે મજબૂત રીતે લડી શક્યા છીએ.

વાઘાણીએ પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદીનાં રાષ્ટ્ર જોગ સંબોધન ને દોહરાવતા જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઇ હજુ પૂર્ણ ની ઇ, આ લડત હજુ લાંબી ચાલવાની છે અનલોક-૨ માં પણ તમામ નાગરિકો સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે ચુસ્ત રીતે પાલન કરે છું તેવી હું નમ્ર અપીલ કરું છું.આપણે સૌ જાગૃત નાગરિક તરીકેની પોતાની જવાબદારીનું નિર્વહન કરી ને બે ગજ ની દુરી રાખીયે, માસ્ક પહેરીએ, વારંવાર સાબુી હા જોઈએ અને સેનીટાઇઝર નો પણ ઉપયોગ કરીએ, આગામી સમયમાં આરોગ્યની અચૂક કાળજી લઈએ,આપણે પણ સ્વસ્ રહીએ, પરિવારને પણ સ્વસ્ રાખીએ.

ભાજપા પ્રદેશ પ્રવક્તા  ભરત પંડ્યા એ આજે પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્ર જોગ પ્રવચનમાં ’ગરીબ કલ્યાણ અન્ન સુરક્ષા યોજના’ ને વધુ પાંચ મહિના માટે લંબાવવાની કરાયેલી જાહેરાતને આવકારી આભાર સહ અભિનંદન ની લાગણી વ્યક્ત કરી હતી.

પંડયાએ  પં.દિનદયાળ ઉપાધ્યાયજી ના ’અંત્યોદય’ના વિચારના  સિદ્ધાંતને ચરિર્તા કરતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું વિસ્તરણ ખરા ર્અમાં ખેડૂત અને ઈમાનદાર ટેક્ષપ્રેયર દ્વારા શક્ય બન્યું હોવાી પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ આભાર વ્યકત કર્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા ત્રણ વર્ષમાં દેશમાં ડીબીટીની ૪૩૭ યોજના દ્વારા ૨૦ કરોડ ગરીબ પરિવારોને ૩૧ હજાર કરોડ રૂપિયા તેમજ ૯ કરોડી વધુ ખેડૂતોને ૧૮ હજાર કરોડ રૂ. ખાતામાં જમા કરાવીને કેન્દ્રની ભાજપ સરકારે પરીશ્રમ અને પારદર્શકતા સો પરીણામલક્ષી વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમ અંતમાં જણાવ્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.