ભારતીય સમાજ જીવન અને ખાસ કરીને ગુજરાતમાં મીઠાઈ પ્રેમ અને સામાજિક ધાર્મિક પરંપરાઓમાં ખાસ સ્થાન ની સાથે સાથે મીઠાઈ ની ચોકીઑ, લાડવાને સાટા ના ખુલ્લા કરંડિયા વેચવાની પ્રથા સામે આ નિયમ હલવાઈ માટે મુશ્કેલી જનક બની જાય તો નવાઈ નહીં.
ભારતીય સમાજ જીવનમાં મીઠાઈ નુંખૂબ જ મહત્વ રહેલું છે કેવી રીતે ભગવાનને રીઝવવા માટે ફૂલ અને શ્રીફળને ઉપહાર માનવામાં આવે છે તેવી જ રીતે સમાજમાં હર્ષની લાગણી અને આનંદની અભિવ્યક્તિ માટે આપણે મીઠાઈ ખાઈને ખવડાવતા હોઈએ છીએ જોકે ભારતમાં મીઠાઈ નો કારોબાર ખુબજ વિશાળ ક્ષેત્રમાં પ્રસરેલું છે અહીં ચુરમાના લાડુ થી શરૂ થયેલી મીઠાઈ ની સફર વાયા મોહનથાળ થઈને અત્યારે હાઈફાઈ ફેન્સી મીઠાઈ ના યુગ સુધી પહોંચી છે આ ક્ષેત્રમાં નકલ છેતરપિંડી અને ભેળ સેલ મોટી સમસ્યા રહેલી છે તેમાં બેમત નથી સરકારે ગ્રાહકોને સારી અને તાજી મીઠાઈ મળી રહે તે માટે મીઠાઈની ચોકીઓ પર બેસ્ટ ફોર તારીખ લગાવવાનો છે નિયમ કર્યો છે તે માની લઈએ કે ગ્રાહકોના હક્ક અને સુરક્ષિત રાખવા અને આરોગ્ય માટે જોખમી બને તે પહેલાં મીઠાઈ વેચી નાખવાની એક વ્યવસ્થા ઊભી થાય અલબત્ત મીઠાઈ ની બાબતમાં આપણે અહીં હલવાઈ અને કંદોઈ દ્વારા જથ્થાબંધ રીતે ખુલ્લી ચોકીઓમાં મીઠાઈ બનાવીને વેચવામાં આવે છે લગભગ ૯૦ ટકાથી વધુ મીઠાઈઓ ખુલ્લામાં વેચાઈ જાય છે બરફી અને વિવિધ ફેન્સી મીઠાઈઓ અડદિયા લાડવા જેવી પરંપરાગત મીઠાઇઓ ચોંકી કે કરંડિયામાં જ વેચાઈ જાય છે જલેબી ગુલાબ જાંબુ જેવી વસ્તુઓ પૂરી ઠરતી પણ નથી અને તેનું વેચાણ થઈ જાય છે આવી પરિસ્થિતિમાં કંદોઈને ગ્રાહકો માટે મીઠાઈ ની આવરદા ફરજિયાત બનાવવા થી વહેવારુ મુશ્કેલીઓસર્જાશે હલવાઈ અને કંદોઈ માટે આ નિયમ ની જાળવણી કરતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ એફ એસ એસ એ આઇ ના અધિકારી કર્મચારીઓને સાચવવાની એક વધારાની વાયક આવી જશે અને કેટલાક અંશે મીઠા ઇ વેચનારાઓ માટે આ નિયમથી હાડમારી વધી જશે અહીં આપણી મીઠાઈ કારોબાર અને વેચાણ પરંપરામાં જ્યારે ખુલ્લી મીઠાઈ વેચવાની જ વ્યવસ્થા છે ઘણી મીઠાઈ છે કે જેનું પેકિંગ શક્ય નથી અને તેના ઉપર આવરદા ની તારીખ લગાવી વ્યવહાર નથી તેવા સંજોગોમાં ગ્રાહકોના હિતમાં બનાવવામાં આવેલા ખુલ્લી મીઠાઈની બેસ્ટ બેફોર ડેટનો અમલ અનુકૂળતા કરતા પતિ કુલ વધારે પ્રમાણમાં બની જાય તેવુ દેખાય રહ્યું છે આ નિયમોની અમલવારી માટે એક આગવો નો માહોલ અને વ્યવસ્થા જરૂરી બનશે અત્યારના સંજોગોમાં ખુલ્લી મીઠાઈ પર બેસ્ટ બીફોરની તારીખ ક-વેળાના મુહૂર્ત જેવી લાગે છે જે અનુકૂળ કરતા હાડમારી રૂપ વધારે બની જાય.