પેટા ચૂંટણી યોજવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં ઢસડી જશે
૮૨ દ્વારકા કલ્યાણપૂર મત વિસ્તારને સાંકળતી વિધાનસભાની સીટ પર સતત સાત ટર્મથી ચૂંટાતા પબુભા માણેકના ગત વખતેના ફોર્મને ક્ષત્રિપૂર્વકનું ગણાવી તેની માન્યતાના હાઈકોર્ટમાં પડકારેલ જેના ચૂકાદામાં અહી પૂન: પેટા ચૂંટણી યોજવા હાઈકોર્ટનો આદેશ થતા આ અંગે પબુભા માણેક દ્વારા આ ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારવાનું જણાવી કહેલ કે. મામુલી ક્ષતિ અંગેના આનિર્ણય અંગે સુપ્રિમ કોર્ટમાં મને ન્યાય મળશે. આ સાથે સુપ્રિમમાં ચૂકાદો તેમની વિરૂધ્ધમાં આવે તો પણ લડી નાખવાનો જબરજસ્ત જોશ પણ તેમણે દાખવ્યો હતો.