દેશની પહેલી પૂર્ણકાલિક મહિલા કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારે બીજા કાર્યકાળના પહેલું બજેટ રજૂ કરી દીધું છે. બજેટ ભાષણમાં નિર્મલા સીતારમણે કહ્યું કે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ૨૦૧૮-૨૦૩૦ વચ્ચે ૫૦ લાખ કરોડ રુપિયાની જરુર હશે. તેમણે કહ્યું કે વિકાસ અને માલગાડી સેવાઓ માટે સાર્વજનિક-ખાનગી ભાગીદારી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ-PPP) મોડલનો ઉપયોગ કરાશે.
નાણાંમંત્રીએ એ પણ કહ્યું કે સરકાર માલગાડી માટે નદી માર્ગનો ઉપયોગ કરવાની પરિકલ્પના પણ કરી રહી છે, જેથી રોડ અને રેલ માર્ગ પર ભીડભાડના કારણે અડચણો ઘટી શકે છે. તેમણે કહ્યું કે રેલવેને જટઙ દ્વારા ઉપનગરી રેલ નેટવર્કમાં વધારે રોકાણ માટે પ્રોત્સાહિત કર્યું છે.
નિર્મલા સિતારમણે ક્હ્યું, એ જોતા કે રેલવેનો ખર્ચ ૧.૫થી ૧.૬ લાખ કરોડ પ્રતિ વર્ષ છે, માટે તમામ સ્વીકૃતિ પરિયોજનાઓ પૂર્ણ કરવા માટે દાયકાનો સમય લાગશે. તેમણે કહ્યું- આ માટે ટ્રેક અને રોલિંગ સ્ટોક્સ એટલે કે રેલવે એન્જિન, કોચ અને વેગનનું નિર્માણ કાર્ય અને માલગાડી સેવાઓ સંચાલિત કરવામાં ઝડપથી વિકાસ કરવા માટે પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
સીતારમણે લોકસભામાં નાણાં વર્ષ ૨૦૧૯-૨૦નું સામાન્ય બજેટ રજૂ કરીને કહ્યું કે દેશમાં ૬૫૭ કિલોમીટર મેટ્રો રેલ નેટવર્ક ચાલુ થઈ ગયું છે. નાણાંમંત્રીએ જાહેરાત કરી કે મેટ્રો રેલવેમાં વધારેમાં વધારે PPPનો ઉપયોગ કરાશે. મહત્વનું છે કે, PPP મોડેલના કારણે રેલવેના ભાડામાં આસમાની વધારો થશે તેવી પણ ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.
બજેટ લોકોની આશા, આકાંક્ષા પુરુ કરનારું બની રહેશે: વિજયભાઈ રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે આજે કેન્દ્રીય બજેટ રજૂ થઇ રહયું છે. તેની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, મને પૂર્ણ વિશ્વાસ છે આ બજેટ લોકોની સુખાકારી અને કલ્યાણકારી હશે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ જનતાની સાથે સીધા જોડાયેલા છે. અને ભારતના વિકાસની ગતિને ઝડપ મળશે અને નયા ભારતના નિર્માણમાં આ બજેટ ખૂબ ઉપયોગી બનશે આ બજેટ સાર્વગ્રાહી છે સૌને ધ્યાનમાં રાખી સૌનો સાથ સૌનો વિકાસ કરનારું બની રહેશે. લોકોની આશા, આકાંક્ષાઓને પુરી કરનારુ બની રહેશે તેવો મને વિશ્વાસ છે.