કાલથી ચાર દિવસ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે : ૨૧મીએ માસ સીએલ
વીજ કર્મચારીઓને સાતમાં વેતન પંચ મુજબ નવા બેઝીક ઉપર મળવાપાત્ર એલાઉન્સ આપવાની માંગણી સાથે આંદોલનનો આજથી પ્રારંભ થયો છે. જેમાં સૂત્રોચારનો કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં હવે આવતીકાલે ૧૭થી ૨૦મી સુધી વીજ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરશે. જ્યારે ૨૧મીને ગુરૂવારે માસ સીએલનું શસ્ત્ર ઉગામશે.
નવા પગાર ઉપર મળવાપાત્ર એલાઉન્સ અને તેના એરીયર્સ સહિતની રકમ તારીખ ૧લી, જાન્યુઆરી-૨૦૧૬થી ચુકવવાપાત્ર છે. જે મુજબ ચુકવવાની ખાતરી આપી હતી તેમ છતાં હજુ સુધી તેની અમલવારી નહી કરતા કર્મચારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે.આથી પોતાના હક્કની લડાઇ માટે રાજ્યભરના વીજ કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા વીજ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં નહી આવે તો આંદોલનને વધુ અસરકારક બનાવાશે તેમ જણાવાયું છે.