આજે દેશ 69મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ દિવસે રાજપથમાં થયેલી પરેડમાં એનસીસી બેન્ડ, એરફોર્સની ટુકડી, ભાકતીય તટરક્ષકનો ટેબ્લો, 144 યુવા નૌસૈનિકોની ટુકડી અને 27માં એક ડિફેન્સ મિસાઈલ રેન્જિમેન્ટ, બીએસએફની બાઈક સ્ટંટ ટીમની આગેવાની મહિલાઓએ કરી હતી. આ સિવાય પરેડમાં પહેલીવાર 10 ASEAN દેશોના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. શરૂઆતમાં પ્રેસિડન્ટ રામનાથ કોવિંદે કાશ્મીરમાં શહીદ થનાર એરફોર્સ કમાન્ડર જ્યોતિ પ્રકાશ નિરાલાની પત્નીને અશોકચક્રથી સન્માનિત કર્યા હતા. આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. પરેડ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજસ્થાની પાઘડીમાં જોવા મળ્યા હતા. જ્યારે ASEAN દેશોના દરેક નેતા દુપટ્ટા સાથે જોવા મળ્યા હતા. રાષ્ટ્રપતિ અને દરેક મહેમાનો પરત ફર્યા પછી વડાપ્રધાન મોજી રાજપથ પર ચાલીને સામાન્ય જનતાને પણ મળ્યા હતા. પરેડ અંદાજે 90 મિનિટ ચાલી હતી.
– ફાઈટર પ્લેન સુખોઈ-તેજસ, હેલિકોપ્ટર્સ અને ગ્લોબલમાસ્ટરે ફ્લાઈ પોસ્ટ કર્યું. પ્લેન દ્વારા ધ્રુવ, રુદ્ર, વિક, નેત્ર, ગ્લોબલ, તેજસ અને એરોડ ફોર્મેશન બનાવવામાં આવ્યા.
– બીએસએફની મહિા જવાનોએ બાઈક સ્ટંટ કર્યા. આ 113 સભ્યોની ટીમની આગેવાની સ્ટેંજિન નોરિયાને કરી.
– રમત-જગત, એગ્રી કલ્ચર, ફાઈનાન્સ મિનિસ્ટરનો ટેબ્લો રજૂ કરાયો.
– દિલ્હી પોલીસ, એનસીસી બેન્ડ ટેબ્લાનું પણ માર્ચ રજૂ કરાયું. એનસીસી સીનિયર ડિવિઝનની ગર્લ્સ કેડેટ્સ ટેબ્લાની આગેવાની મુસ્કાન અગ્રવાલ અને પૂજા નિકમ દ્વારા કરવામાં આવી. 14 લાખ એનસીસી કેડેટ્સમાંથી પસંદ કરવામાં આવેલા કેડેટ્સને રાજપથ પર માર્ચ કરવાનો મોકો મળ્યો.
– ભારતીય તટરક્ષકનું નેતૃત્વ કરનાર ડેપ્યૂટી કમાન્ડેન્ટમાં શ્વેતા રૈના સામેલ છે.
– રાજપથ પર એરફોર્સે દર્શાવી તાકાત, મહિલા સૈનિકોની સાથે અશ્વિની રડાર હાજર
– રાજપથ પર જળ-જમીન-વાયુ શક્તિનું પ્રદર્શન શરૂ
– શહીદ ગરુડ કમાન્ડો જેપી નિરાલાના પરિવારને અશોક ચક્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે રામનાથ કોવિંદ ભાવુક થઈ ગયા હતા.
– રાષ્ટ્રપતિ કોવિંદે ધ્વજ ફરકાવ્યો
– લહેરિયો સાફો પહેરીને મોદી રાજપથ પહોંચી ગયા છે. થોડી વારમાં પરેડ શરૂ થશે
– વડાપ્રધાને અમર જવાન જ્યોત પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી.
– બીજેપી અમિત શાહે દિલ્હીમાં બીજેપીની પાર્ટી ઓફિસ પર ધ્વજ લહેરાવ્યો.
– વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને ગણતંત્ર દિવસની દેશના લોકોને શુભેચ્છા આપી.