રાજકોટ લેઉવા પટેલ મહિલા સોશિયલ ગ્રુપ દ્વારા વુમન્સ ડેની અદભુત ઉજવણી
રાજકોટ લેઉવા પટેલ મહિલા સોશ્યલ ગ્રુપ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવની વી.આર વન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ રાજકોટના બીગ બજાર પાસેના કુમ કુમ પાર્ટી પ્લોટ ખાતે યોજવામાં આવ્યો હતો.
તેના અઘ્યક્ષ સ્થાને શર્મીલાબેન બાંભણીયા સહીતના મહીલા આગેવાનો ઉ૫સ્થિત રહ્યા હતા. સાથે જ સાંસ્કૃતિક તેમજ હાસ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં હાસ્ય કલાકાર મનસુખભાઇ ખીલોરીવાળા અને પોતાની આગવી હાસ્ય કલાથી મહિલાઓનું મનોરંજન કરવું હતું. સાથે જ મહિલા મંડળી દ્વારા ભંજનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહીલાઓ ઉ૫સ્થિત રહી હતી.
આ કાર્યક્રમના નિમંત્રક વાણીયાવાડી (પટેલ વાડી) મીહલા સમીતી, બેડીપરા (પટેલવાડી) મહીલા સમીતી, સારથી ગ્રુપ મહીલા સમીતી સાથી ગ્રુપ મહીલા સમીતી, તેજસ્વીની (એસ.પી.જી..) ગ્રુપ મહીલા સમીતી, રાજ નવર્દુગા (બાપા સીતારામ ચોક) કાંતિ માનવ મહિલા સમિતી, બેડીપરા કિશાન મહીલા ધુન મંડળ, પટેલ ગોલ્ડ મહીલા સમીતી, સમસ્ત સમાજ સેવા બહેનો.
સમાજ અને સંસ્કૃતિ સાચવનારી નારી: જોશના ટીલાળા
આખા રાજકોટમાંથી લેઉવા પટેલ મહીલા સોશિયલ ગ્રુપ જેટલા છે એ બધા જ એક સાથે ભેગા થઇ ને એક વી.આર. વન એવું નામ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સમાજ જયારે એકત્રીક થાય છે ત્યારે ઘણા જ પરીવર્તન લાવી શકે છે. વર્તમાન સમયમાં રાજકોટની ખાસીયત છે કે
મહીલાઓને બપોરે ૪ થી ૬ સુવું એટલે સુંવુ જ પરંતુ અમારા લેઉવા પટેલ સમાજ જે સોશિયલ ગ્રુપ છે એ કાયમી બપોરની ઉંઘ ત્યજી વધારાનો બે કલાકનો સમય છે તેને સમાજમા પરિવર્તન કેવી રીતે લાવી શકીયે એમાં યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું બાળકોના ઉત્થાન એટલે બાળકોમાં જે પશ્ર્ચિમી સંસ્કૃતિની માન્યતા પ્રસરી રહીછે તે આપણા સમાજમાં સારા સંસ્કાર આપી શકે બાળકોના અભ્યાસમાં કેવી રીતે આગળ વધવામાં મદદરુપ થઇ શકે તેનું માર્ગદર્શન આપ્યું હતું.
મહિલા સહનશીલ અને શકિતસ્વરૂપનો સમન્વય: શર્મીલાબેન બાંભણિયા
આજનો જે કાર્યક્રમ છે એ વી.આર. વન એટલે બધા સોશ્યલ ગ્રુપો ભેગા મળીને કાર્યક્રમ કર્યો હતો. અને તેના અઘ્યક્ષ સ્થાને શર્મીલાબેન બાંભણીયાને આપવામાં આવ્યું છે અને આજના કાર્યક્રમોનો હેતું કાયમ ભેગા મળી
બધા ગ્રુપો આવા કાર્યકમ કરી અને મહિલા ઉત્થાન ના કામ કરે તેવો અમારો હેતું છે. અને તેમનો એક સંદેશ છે સમાજ વ્યવસ્થામાં પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા હોય ત્યાં સુધી નારીઓને આગળ જવા માટે સ્થાન નથી મળતું તો તમામ નારીઓને જાગૃત કરવા માગે છે અને દરેક નારી એ પોતાના માટેજ ગમતું હોય તે કરીને આગળ વધે એવો સંદેશ આપવા માંગે છે. તેમનું કહેવું છે કે મહીલા સહનશીલ પણ હોવી જોઇએ અને બાર નીકળી ને તે શકિત પણ હોવી જોઇએ.