આજના સમયે ઔદ્યોગિક વિકાસ તો ઝડપભેર વધ્યો છે પરંતુ આ સાથે “પર્યાવરણનું રક્ષણ” પણ એક મહત્વનું અને અવગણી ન શકાય તેવું પરિબળ બન્યું છે. જો હવે અવગણીશું અને વધતા જતા પ્રદુષણને રોકીશું નહીં તો હાલની જે સ્થિતિ છે તેના કરતા પણ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. આથી ગ્રીન ડેવલપમેન્ટ પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. આ તરફ ધ્યાન દોરીશું તો જ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ શક્ય બનશે.
એમાં પણ કોલસાનો જથ્થો મર્યાદિત જથ્થામાં જ હવે બચતા ભારતમાં વીજ કટોકટીની સ્થિતિ ઉભી થયા તેવા એંધાણ વર્તાય રહ્યા છે. કોલસાનો જથ્થો ઘટતા ભારતમાં ‘પાવર’ ઘટયો છે ત્યારે હવે આ પાવરના “પાવર”ને નક્કી કરવા માટે સૂર્ય, પાણી અને દરિયાઈ મોજા વગેરે માંથી વીજળી ઉત્પન્ન કરવા તરફ ભાર મૂકવો અનિવાર્ય બન્યો છે આ સ્થિતિ વચ્ચે દેશની ટોચની કંપની અદાણીએ મહત્વની જાહેરાત કરી છે.
25 ગીગા વોટ રિન્યુએબલ પોર્ટફોલિયોનું પ્રારંભિક લક્ષ્ય નિર્ધારિત સમયથી ચાર વર્ષ પહેલા હાંસલ કર્યા બાદ અદાણી ગ્રુપે હવે આગામી ચાર વર્ષમાં તેની સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ત્રણ ગણી કરવા પર ધ્યાન ખેંચ્યું છે. ટીઈઈ સસ્ટેનેબિલીટી સમિટ 2021ના ઉદ્ઘાટન સત્રમાં બોલતા ગૌતમ અદાણીએ કહ્યું કે આગામી દાયકામાં તેમનું જૂથ નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનમાં 20 અબજ ડોલરનું રોકાણ કરશે. અમે આગામી ચાર વર્ષમાં અમારી સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતામાં ત્રણ ગણો વધારો કરીશુ.