તાઉતે વાવાઝોડાએ સૌથી વધુ નુકસાન વીજતંત્રને પણ કર્યું છે. વીજ તંત્રને જે નુકસાન થયું છે. તેનો હાલ સુધી કોઈ અંદાજ લગાવી શકાય તેમ ન હોય તેવું ખુદ ઉર્જામંત્રીએ જાહેર કર્યું હતું. તાઉતે વાવાઝોડામાં ભારે પવન સાથે વરસાદ આવતા કુલ 5831 ગામોમાં અંધારપટ્ટ સર્જાયો હતો. જેમાં રાતે વાવાઝોડું આવ્યા બાદ 1117 ગામોમાં તો સવાર સુધીમાં જ વીજ પુરવાર પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો.
બાદમાં વીજતંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરીને 36 કલાકોમાં 5500 જેટલા ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરાવ્યો છે. હાલ સુધીમા 374 જેટલા ગામોમાં હજુ સમારકામ પૂર્ણ ન થયું હોય ત્યાં વીજ પુરવઠો ઠપ્પ હાલતમાં છે. આ ગામોમાં પીજીવીસીએલે બહારથી પણ ટિમો બોલાવીને કામે લગાવી છે. આ તમામ ગામોનું કામ પૂર્ણ થયે પીજીવીસીએલ બીજા ફેઝમાં ખેતીવાડી ફીડરનું કામ શરૂ કરવાનું છે.