પેપર લીક વિવાદ વચ્ચે એનટીએ દ્વારા યુજીસી નેટ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ: એનસીઇટી 2024ની પરીક્ષા 10મી જુલાઈ અને યુજીસીની પરીક્ષા 21મી ઓગષ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે હાથ ધરાશે
પેપર લીક વિવાદ વચ્ચે એનટીએ દ્વારા યુજીસી નેટ પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે પરીક્ષા 21 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર વચ્ચે ઓનલાઈન લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ચાલુ આ મહિનાની 18 તારીખે યોજાનાર યુજીસી નેટ પરીક્ષા પેપર લીકના સંકેતો મળ્યા બાદ શિક્ષણ મંત્રાલયે રદ કરી દીધી હતી. એનટીએએ શુક્રવારે મોડી સાંજે પરીક્ષાની તારીખોની સૂચના બહાર પાડી. જેમાં ત્રણ પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. તેમાં એનસીઇટી 2024, જોઈન્ટ સીએસઆઈઆ. યુજીસી નેટ અને યુજીસી નેટજૂન 2024 સાયકલની તારીખો જાહેર કરવામાં આવી છે. આ તમામ પરીક્ષાઓ ઓનલાઈન લેવામાં આવશે.એનસીઇટી 2024ની પરીક્ષા 10મી જુલાઈ 2024ના રોજ લેવામાં આવશે.જોઈન્ટ ઈજઈંછ-ઞૠઈ ગઊઝ 25 જુલાઈથી 27 જુલાઈ વચ્ચે યોજાશે.યુજીસી નેટ જૂન 2024 સાયકલ 21મી ઓગસ્ટથી 4ઠ્ઠી સપ્ટેમ્બર વચ્ચે હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનને ગૃહ મંત્રાલયના ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના નેશનલ સાયબર ક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટતરફથી પરીક્ષા અંગેના કેટલાક ઈનપુટ મળ્યા હતા. 18મી જૂને લેવાયેલી ઓફલાઈન પરીક્ષામાં ગેરરીતિઓ થઈ હોવાનું જણાવાયું હતું. ત્યારપછી આ પરીક્ષા રદ કરીને ફરીથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સીબીઆઈ પરીક્ષામાં ગેરરીતિની તપાસ કરી રહી છે.