જય વસાવડાનું પ્રેરક ઉદબોધન: ડો. પિયુષ બોરખતરીયા પણ વિશેષ સન્માન કરાયું

ઉપલેટા આહિર સમાજ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રનાં દરિદ્ર નારાયણની સેવા સ્વપ્ન દ્રષતા સ્વ. ઉકાભાઇ સોલંકીનું મરણોતર સન્માન કરાયું હતું. આ તકે જય વસાવડાનું પ્રેરક ઉદબોધન આપ્યું હતું.

PhotoGrid 1578247806401 copy 7

મુળ ઉપલેટાના વતની અને હાલ અમેરિકા સ્થિર ઉકાભાઇ સોલંકી ના પ્રયાસો દ્વારા ઉપલેટામાં છેલ્લા ૧૯ વર્ષ થયા સૌરાષ્ટ્રભરના જરુરીયાત મંદ લોકોને જટિલ ઓપરેશનો વિના મૂલ્ય કરી આપી દરિદ્ર નારાયણ સેવા સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કરી રહ્યું છે.

PhotoGrid 1578247806401 copy 5

સૌરાષ્ટ્રમાં આહિર કેળવણી મંડળથી માંડી વિવિધ સામાજીક સંસ્થાને આર્થિક સહયોગ આપનારા ઉકાભાઇ સોલંકીનું ઉપલેટા આહિર સમાજ દ્વારા મરણોતર સન્માન કરવામાં આવેલ હતું. આ સાથે ઉપલેટાના ડો. પિયુષ બોરખતરીયાને પ્રેસ્ટીજીયસ ઇન્ડિયન આઇકોન એવોર્ડ ઇન ડેમોટોલોજી મળતા તેમનું વિશિષ્ટ સન્માન કરાયું હતું. આ ઉપરાંત મુળ ઉપલેટા નરેશ સોલંકી અમેરિકા ના કેલીફોનિયા સ્ટેટના સેરિટોસ સીટીના મેયર બનતા તેઓનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ખ્યાતનામ વકતા જય વસાવડાનું કોશિષ થી કામયાબી સુધી ઓપન ફોર ઓલ વકતવ્ય  આપ્યું હતું. તેમાં તેને જણાવેલ કે માણસ કેટલું જીવ્યો તે મહત્વનું નથી પણ કેવું જીવિગ્યો અને કેટલી સુવાસ ફેલાવી ગયો તે મહત્વનું છે. દા.ત. તરીકે ગોૈડલ સ્ટેટના રાજા વર્ષો પહેલા આપણી વચ્ચેથી વિદાય લીધી પણ આજે લાખો લોકો તેના કામને અને ગુણને યાદ કરી તેને અનુસરે છે. ત્યારે આજે આપણી વચ્ચે આજે ઉકાભાઇ સોલંકી નથી પણ તેને કરેલા કર્મો અને કાર્યો આજે આપણી વચ્ચે છે. આજે પણ ૧૯ વર્ષ પહેલા પ્રગટાવેલી આરોગ્યની મિસાઇલ આજે હોસ્પિટલમાં કેમ્પ યોજાી ૧૦૦ કરતાં વધારે ઓપરેશનો આ વર્ષ  કર્યા છે આવા કાર્યો થકી માણસ ઉજળો ગણાય છે. તેમ અંતમાં જય વસાવડાએ જણાવેલ હતું સૌરાષ્ટ્રના ભામાસાના મરણોતર સન્માનમાં આહિર સમાજ સહિત વિવિધ સમાજો અને વિવિધ સામાજીક સંસ્થાઓ પણ જોડાઇ હતી.

PhotoGrid 1578247806401 copy 4

આ કાર્યક્રમમાં આવેલા મહેમાનો અને નગરજનોનું સ્વાગત પ્રવચન આહિર સમાજના પ્રમુખ ડો. પ્રવીણભાઇ ભેડાએ કરેલ હતું જયારે આભાર વિધી આહિર યુવા અગ્રણી મેહુલભાઇ ચંદ્રવાડીયાએ કરેલ હતી. જયારે કાર્યક્રમનું સુંદર સંચાલન શહેરના યુવા લોકસાહિત્ય કાર દિવ્યેશ ચંદ્રવાડીયા અને શિક્ષણ વિદ પુંજાભાઇ વરુએ કરેલ હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.