જામકલ્યાણપૂરના નૂતનીકરણ પોસ્ટ ઓફિસનું સાંસદ પૂનમબેનના હસ્તે લોકાર્પણ
જામ-કલ્યાણપુરમાં પોસ્ટ ઓફિસના નવીનીકરણનું લોકાર્પણ કરતા સંસદસભ્ય પૂનમબેન માડમે કહ્યું હતું કે ગામમાં પોસ્ટ ઓફિસ એટલે ગ્રામજનોને દુનિયા સો જોડવાનું ઉત્તમ માધ્યમ, પોસ્ટ ઓફિસ છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લાના જામ કલ્યાણ૫ુર માં પોસ્ટ ઓફિસ મકાનના નવીનીકરણનું લોકાપર્ણ સાંસદ ૫ૂનમબેન માડમના હસ્તે સંપન્ન યું હતું. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે તેમણે નકકી કરેલ હતું કે આપણે વારસો મળ્યોે છે તેને સુધારવાનો છે તેને અનુલક્ષીને જેટલી સરકારી મિલકત છે તે બધી જ સરકારની પ્રોપર્ટીને નવીનીકરણ માટે બજેટ ફાળવવા રજુઆત કરવામાં આવી છે.
પોસ્ટ ઓફિસ ગ્રામ્ય પ્રજાને દુનિયા સો જોડવાનું કામ કરે છે. કોઈપણ બેંકમાં તમારૃ ખાતું હોય સીધી બેંક તમારા આંગણે પોસ્ટ ઓફિસ એટલે ગ્રામજનોને દુનિયા સો જોડાવાનું ઉત્તમ માધ્યમ ગણાય તેમણે ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બંેંકની માહિતી આપી અને તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. સંસદિય વિસ્તારની દરેક પોસ્ટ ઓફિસના મકાન બાંધકામ અને નવીનીકરણ માટે કેન્દ્રીય મંત્રી રવીશંકર પ્રસાદજીને રજુઆત કરતા તેઓએ બજેટ ફાળવવા અને સમગ્ર દેશમાં આ પ્રમ સેમિનાર યોજવાનું શ્રેય પૂનમબેને પ્રાપ્ત કરેલ છે. ગ્રામ્ય વિસ્તારની શું જરૃરિયાત છે અને તેની મુશ્કેલીના કામનું ધ્યાન કેન્દ્રિત કરીને આ કામ કર્યું છે. અત્રે મળેલ સુવિધાઓનો ગ્રામ્ય પ્રજા લાભ લે તેમ જણાવ્યુ હતું. આ પોસ્ટ ઓફીસ સો ૧૧ ગામની બ્રાંચ પોસ્ટ ઓફિસ અને ૨૦ ગામને આવરી લેવામાં આવેલ છે. લોકડાઉન દરમ્યાન ગ્રામ્ય પ્રજાના ધરે જઈને ઈ-પેમેન્ટી રકમ પહોચાડનાર કોરોના વોરિયર્સ ૩ પોસ્ટમેનનું સાંસદ પૂનમબેન માડમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જામનગર ડિવિઝનના પોસ્ટ ઓફસ સુપ્રિ. જે.આઈ.મન્સુરીએ પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ પોસ્ટ ઓફિસ કલ્યાણપુરના પીનાકીનભાઈએ કરી હતી. આ પ્રસંગે કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ પીઠાભાઈ વારોતરીયા, મામલતદાર આઈ.આઈ.પરમાર, તાલુકા વિકાસ અધિકારી એસ.કે.મેંણાત તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ,પોસ્ટ ઓફિસના કર્મચારીઓ, ગ્રામજનો સોશીયલ ડિસ્ટન્સીંગ સો ઉપસ્તિ રહ્યા હતા.