અમૂલ્ય રાખી સુરક્ષિત પહોંચે તે માટે ફાટે નહીં, પલળે નહીં તેવા વિશેષ રાખડીનાં સુંદર ડિઝાઇન વાળા કવર: સ્પેશ્યલ રાખી કવરમાં રાખડી પોસ્ટ કરવાથી ઝડપી અને સુરક્ષિત ડીલીવરીની સુવિધા
શ્રાવણ માસ આવતાની સાથે જ જાણે તહેવારોની હારમાળા સર્જાય છે. શ્રાવણ મહિના દરમિયાન ઘણા તહેવારો આવે છે. સક્ષાબંધનનો તહેવાર ખુબ જ નજીક આવી રહ્યો છે. રક્ષા બંધન ભાઇ-બહેનનાં પવિત્ર પ્રેમનો તહેવાર છે. આગામી ૭ ઓગસ્ટનાં રોજ રક્ષાબંધન હોય દરેક બહેનો પોતાના વીર માટે અવનવી રાખડીઓ લેવા ઉત્સુક હોય છે. હાલ બજારોમાં પણ રાખડીઓનું ઘુમ વેંચાણ થઇ રહ્યું છે. અને વહાલી બહેનો પોતાના લાકડવાયા ભયલા માટે રાખડી ખરીદી રહી છે. બહાર ગામ વસતા ભાઇઓને સમયસર રાખડી મળશે કે નહીં તેની બહેનોને હંમેશા ચિંતા રહેતી હોય છે. ત્યારે આ વર્ષ બહેનોની ચિંતા દરુ કરવા અને રાખડીઓ સમયસર પહોંચાડવા ભારતીય ટપાલ વિભાગે કેટલાક નવા આયોજનો કર્યા છે. જેનાથી બહેનોની રાખીના કવર ફાટયા વગર પલવ્યા વગર સુરક્ષિત સમયસર પહોંચી જશે.
પોસ્ટ વિભાગ દ્વારા રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુ‚પ સ્પેશ્યલ રાખી કવર બહાર પાડવામાં આવેલા છે.
તા.૭ના રોજ રક્ષા બંધનનો પવિત્ર તહેવાર હોય તે અનુસંધાને બહેનોને ખાસ અપીલ કરવાની કે તેઓ બહારગામ વસતા ભઈઓને રાખડી વહેલાસર પોસ્ટ કરી દે જેથી પોસ્ટ ખાતા દ્વારા રાખડીને સમયસર પહોચાડી શકાય આપની અમૂલ્ય રાખડી પોસ્ટ વિભાગની સુપરફાસ્ટ અને વ્યાજબી સ્પીડ પોસ્ટ સર્વીસ દ્વારા પણ મોકલી શકાશે.
રાખડી ભાઈ બહેનના સંબંધનું અમૂલ્ય પ્રતિક હોય તેને યોગ્ય રીતે તેમજ ફાટે નહિ તેવા કવરમાં પેક કરીને સુવાચ્ય અક્ષરોમાં સાચા પીનકોડ સાથે સરનામું લખીને પોસ્ટ કરવી હિતાવહ છે. પોસ્ટ ખાતા દ્વારા રાખી મેઈલ (રક્ષાબંધનની ટપાલો)ને ખાસ પ્રાધાન્ય આપવામાં આવે છે. અને તહેવારના દિવસ સુધીમાં ભાઈઓ ને રાખડી અવશ્ય પહોચી જાય તેની વ્યવસ્થા કરવામા આવે છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા બહેનોની પવિત્ર રાખડી સુરક્ષીત પહોચે તે માટે ખાસ પ્રકારના ફાટે નહિ પલળે નહી અને રાખડીના સુંદર ચિત્ર વાળા પ્રસંગને અનુ‚પ સ્પેશ્યલ કવર પણ બહાર પાડવામાં આવેલા છે. આ કવરમાં રાખડી પોસ્ટ કરવાથી તેની ઝડપથી અને સુરક્ષીત ડીલીવરીની સુવિધા પણ આપવામા આવે છે. રાખડીના સ્પેશ્યલ કવર કોઈપણ પોસ્ટ ઓફીસમાંથી મેળવી શકાશે તેમ રાજકોટ ડીવીઝન સીનીયર સુપ્રીટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફીસ એલ.સી. જોગી ની યાદીમાં જણાવાયું છે.