2100 જગ્યા ડ્રાયવર સમકક્ષની અને 1300 કંડક્ટરની કક્ષાની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. એસટી બસના ડ્રાઇવર – કંડકટરની ભરતી કરાશે જેમાં 2100 જગ્યા ડ્રાઈવર સમકક્ષની ભરતી કરાશે જ્યારે 1300 જગ્યાઓ કંડક્ટર કક્ષાની જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
પાપ્ત વિગતો મુજબ એસટી નિગમમાં મિકેનિકલની પણ ભરતી કરવામાં આવશે તેમજ કંડક્ટરની 1300 જગ્યા ભરવામાં આવશે જ્યારે 2100 ડ્રાઈવરની જગ્યા પણ ભરવામાં આવશે. અત્રે તમને જણાવી દઈએ કે, આગામી દિવસોમાં નોટિફિકેશન બહાર પાડાશે.
ગુજરાતમાં ટૂંક સમયમાં 500 કે 1000 નહીં પરંતુ 6000 પદો પર બમ્પર ભરતી કરવામાં આવશે. હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ભરતીને લઈને ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે મહત્વની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ભરતી કરવામાં આવશે.હસમુખ પટેલે જણાવ્યું છે કે, મહેસૂલ વિભાગ અંતર્ગત ક્લાર્ક, હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરાશે. આ માટે સપ્ટેમ્બર મહિનામાં પ્રિલિમનરી પરીક્ષા લેવાઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે આ પરીક્ષા નવી પરીક્ષા પદ્ધતિ મુજબ લેવાશે.