સંરક્ષણ મંત્રાલયે તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કરી પોસ્ટ ઉભી કરવા મંજૂરી આપી
ભારતીય સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબુત બનાવવાની મીલીટરીમાં ડેપ્યુટી ચીફની પોસ્ટ સંરક્ષણ મંત્રાલય ઉભી કરવાની મંજૂરી આપી છે. મીલીટરી વિવિધ ઓપરેશન તેમજ આતંકીઓના ખાત્મા તેમજ સરહદની સુરક્ષા સાથે સંકળાયેલ હોય છે ત્યારે હવે પ્લાનીંગથી માંડી ઓપરેશનના નિરીક્ષણ માટે સંરક્ષણ મંત્રાલયે ડેપ્યુટી ચીફની પોસ્ટ ઉભી કરી છે. આ પોસ્ટને ઉભી કરવા માટે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે.
ભારતીય સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત અને સુદ્રઢ બનાવવાના હેતુસર સંરક્ષણ મંત્રાલયે વધુ એક પગલું લીધુ છે. હાલ સુધી મીલીટરીમાં સ્ટેટ્રેજીક પ્લાનીંગ માટે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વિભાગ ન હતો પરંતુ હવે સ્ટ્રેટેજીક પ્લાનીંગથી માંડી સરહદી વિસ્તાર તેમજ આતંકીઓના ખાતમા માટે માઈક્રો પ્લાનીંગ માટે ડેપ્યુટી ચીફની પોસ્ટ ઉભી કરી દેવામાં આવી છે. જેના માટે જરૂરી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલયે ડેપ્યુટી ચીફ પદ માટેની પ્રથમ બેચને મંજૂરી પણ આપી દીધી છે. તેમજ તમામ પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે તેવું સુત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.
સુત્રો તરફથી જાણવા મળતી માહિતી મુજબ ડેપ્યુટી ચીફ પદ આર્મી માટે બનાવવામાં આવ્યું છે. મુખ્યત્વે ડેપ્યુટી ચીફ મીલીટરી ઓપરેશન, મીલીટરી ઈન્ટલેજીન્સ, સ્ટ્રેટેજીક પ્લાનીંગ તેમજ ઓપરેશનલ લોજીસ્ટીક માટે કાર્યરત કરાશે. જેથી સેનાની આ ચારેય વિભાગની કામગીરીઓ વધુ સુદ્રઢ બનશે. સેનામાં ડેપ્યુટી ચીફનું પદ ઉચ્ચ અધિકારીઓની હરોળમાં ત્રીજા ક્રમાંક રહેશે.
સુત્રો તરફથી મળતી વિગત મુજબ મીલીટરી ઓપરેશનના ડાયરેકટર જનરલ લેફટનન જનરલ પરમજીતસિંગ આર્મીના પ્રથમ ડેપ્યુટી ચીફ બની શકે છે. સુત્રો તરફથી પ્રાપ્ત માહિતી મુજબ ડાયરેકટર જનરલ ઓફ ઈન્ફોમેશન વોરફેરની પોસ્ટ ભવિષ્યમાં બેટલ ફીલ્ડ, હાઈબ્રીડ વોરફેર અને સોશિયલ મીડિયા રિયાલીટીઝ માટે મહત્વનું સાબીત થશે.
જે રીતે હાલ અંતિમ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે કે તે મુજબ કહી શકાય કે સેના હવે બહારથી નહીં પરંતુ અંદરથી પણ વધુ મજબૂત અને સુદ્રઢ બનશે. કોઈપણ ઓપરેશન પૂર્વે માઈક્રો પ્લાનીંગ કરી સેના હવે મેદાને ઉતરી દુશ્મનોનો ખાતમો કરશે.