ઘેર બેઠા સહાય મેળવવા મો.નં.૬૩૫૪૯૧૯૬૭૬ ઉપર કરો વોટસએપ

જિલ્લા કલેકટરનાં આદેશના પગલે પોસ્ટઓફિસ વિદ્યવા બહેનોને તાત્કાલીક સહાય પહોચાડવા બન્યુ કટીબધ્ધ: પોસ્ટ ઓફિસે સહાય લેવા આવતા લાભાર્થીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં પગલા લેવાયા: પોલીસ સ્ટાફ પણ કામગીરીમાં જોડાયું

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની જાહેરાતને પગલે પોસ્ટ વિભાગ દ્વારા વિધવા બહેનોને ઘેરબેઠા સહાય પહોચાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ માટે લાભાર્થીએ માત્ર મો. નં. ૬૩૫૪૯૧૯૬૭૬/૯૫ ઉપર વોટસએપ કરવાનુ રહેશે. જેથી સેમડે પોસ્ટ વિભાગ દ્વારા સહાય પહોચાડવામાં આવશે. વધુમાં પોસ્ટ ઓફિસે સહાય મેળવવા આવતા લોકો માટે પણ પોસ્ટ વિભાગે સોશિયલ ડિસ્ટન્સ સહિતનાં તકેદારીનાં પગલા લીધા છે. આ કામગીરીમાં પોલીસ ટીમ પણ જોડાય છે.

vlcsnap 2020 04 11 11h49m03s390

અબતક સાથેની વાતચિત દરમિયાન રાજકોટ પોસ્ટ હેડ માસ્ટર મીરલ ખુમારએ જણાવ્યું હતું કે હાલ લોકડાઉનના સમયમાં પોસ્ટ ઓફિસ લોકોની સાથે જ છે. અમે લોકોની સરળતા રહે તે માટે બે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યાં છે. ૬૩૫૪૯૧૯૬૭૬, ૬૩૫૪૯૧૯૬૯૫ આ બંને નંબર પર તમે વોટસઅપ કરી આપો. તો પોસ્ટમેન ઘરે આવી તમે પૈસા પહોંચાડી શકશે. આ સ્કીમ સ્પેશ્યલી ગંગાસ્વરૂપ વિધવા બહેનાના એકાઉન્ટમાં સરકારે રૂપિયા જમા કરેલ છે. તેવું જાણવા મેળલ કે ઘણી જગ્યાએ આ રૂપિયા થવાના મેસેજ મળવાથી પોસ્ટ ઓફીસમાં ઘસારો પણ થઇ રહ્યો છે. તે ઘસારો ન થાય તે માટે અને આ સમયમાં સીકયોર રહીશે. તે માટે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યાં છે. જેમાં એકાઉન્ટ નંબર અને જરૂર મુજબના રૂપિયા નામ અને એડેરેસ સાથે મેસેજમાં લખી આપવામાં આવે. જેથી અમારો પોસ્ટેમેન તમામ ઘરે આવી આપી જશે એક વાગ્યા પહેલા જો રિકવેસ્ટ આપવામાં આવે તો તે જ દિવસ રૂપિયા મળી રહેશે. જો એક વાગ્યા બાદની રિકવેસ્ટ આવશે. તો બિજા વર્કીગ દિવસ ઘરે બેઠા રૂપિયા મળી રહેશે. તેથી સૌ કોઇને નમ્ર અપીલ છે કે ઘરની બહાર ન નીકળો, અમોરો પોસ્ટ મેન પોસ્ટલ કોઇ પણ કર્મચારી તમારા ઘરે આવી રૂપિયા પહોંચાડી જશે.

સાથોસાથ કોઇ બેંકમાં એકાઉન્ટ છે તેથી એઇપીએસની સુવિધા આપવામાં આવી રહી છે. જે તે બેંક એકાઉન્ડમાંથી ૧૦,૦૦૦ની મર્યાદામાં તમે રૂપિયા મેળવી શકો છો. તેમાં બને હેલ્પલાઇન નંબર પર વોટસમેસેજ કરી શકો છો. પરંતુ જે તે બેંક એકાઉન્ટ આધાર સાથે લીંક હોવું જરૂરી છે. તેમાં ઓટીપી આવશે. તેના દ્વારા ટ્રાન્ઝેકશન થશે. અને ઘર બેઠા રૂપિયા મળી રહેશે.

454444

અબતક સાથેની વાતચિત દરમિયાન પી.આઇ. ગડુ એ જણાવ્યું હતું કે આ લોકડાઉનમાં લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. પરંતુ આજરોજ ભક્તિનગરની પોસ્ટ ઓફિસ ખાતે વિધવા પેન્શન મેળવનાર બહેનો બહોળી સંખ્યામા આવ્યાં હતા. તેથી સોશ્ગિલ ડીસ્ટનસ જળવાઇ રહે. અને શિસ્તાના ભાગ રૂપે અમે આવેલ છીએ. અને લોકોને મારી અપીલ છે. કે જાહેરબાની કરી ઘરની બહાર ન નીકળો ઘરમાં રહો સેફ રહો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.