ચીન પછી ભારત તેલ ખરીદનાર બીજો મોટો દેશ

અમેરિકા અને ઈરાન વચ્ચે ઉભા થયેલા તનાવના પગલે અમેરિકાએ ઈરાન પર મુકેલા પ્રતિબંધને લઈને ઈરાન પાસે તેલ ખરીદનારા ભારત સહિતના દેશો માટે ઈરાન પરનાં પ્રતિબંધોના પગલે ઉભી થયેલી ક્રુડની અછતનો પ્રશ્ર્ન ઉભો થયો છે. બીજી તરફ મે મહિનામાં અમેરિકાએ ઈરાન પરના પ્રતિબંધ પર આપેલી છૂટછાટની મુદત પૂરી થઈ રહી છે. ત્યારે અમેરિકા ભારત સહિતના દેશોના નામ લીધા વગર ધમકી ઉચ્ચરી હતી કે પ્રતિબંધો છતા ઈરાન પાસે તેલ ખરીદનારાઓએ આકરા પગલા માટે તૈયાર રહેવું પડશે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તનાવોને લઈને ભારત પાસે ઈરાનના વિકલ્પ તરીકે અમેરિકા પાસેથી તેલ ખરીદવાનો વિકલ્પ રહ્યો છે. અને મધ્યપૂર્વના વિકલ્પને લઈ ભારતે આ વ્યવસ્થાનો સંતુલનની કવાયત કરાવી પડશે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનનાઅણુ કાર્યક્રમને લઈને ઈરાન પર મુકેલા પ્રતિબંધોથી કેટલાક દેશોને તેલ ખરીદવા માટેના પ્રતિબંધો છ મહિનાની હળવી છૂટછાટો આપી હતી. છ મહિનાની આ મુદત પુરી થઈ જતા હવે ઈરાન પાસે તેલ ખરીદનારાઓને અમેરિકા ચીમકી ઉચ્ચારી છે. તે પહેલા ભારત ઈરાનના વિકલ્પ તરીકે મધ્ય પૂર્વ પાસેથી તેલ ખરીદવાનું શરૂ કરી દીધું છે. ભારત વિશ્ર્વમાં તેલની આયાત કરનારા દેશોમં ત્રીજાુ સ્થાન ધરાવે છે ભારત દરરોજ ૧,૮૪૦૦ બેરલ તેલનો અમેરિકા પાસેથી નવે.૧૮થી મે ૧૯ દરમિયાન આયાત કરી ચૂકયો છે. આ જથ્થો અગાઉ ૪૦,૦૦૦ બેરલથી ઘણો વધુ છે. ભારત ઈરાન માટે ચીન પછી સૌથી મોટો ખરીદનાર દેશ છે. ચીન ૪૮% ખરીદી તહેરાન પાસેથી કરે છે. ચીનની ખરીદીનો આંકડો ૨,૭૫૦૦૦ બેરલ હોવાનું જાણવા મળ્યું છે.

મંગળવારે અમેરિકાનાં રાજય કક્ષાના પ્રમુખ માઈકો કોમ્પીયો નવી દિલ્હી આવવાના છે. ત્યારે વોશિંગ્ટન શતાવાળાઓ ભારત માટે ઈરાન અને વેનેઝુએલાનો વિકલ્પ ઉભો કરે તેવી આશા સેવાઈ રહી છે. ઈરાન પર ૨૦૧૨ અને ૨૦૧૬ સુધીના પ્રતિબંધો દરમિયાન સાઉદી અરબ અને ઈરાકને તેલનો વેપાર વધારવા અને ઈરાનની ઘટ પૂરી પાડવા જણાવ્યું હતુ સાઉદીના ઉચા ભાવ અને ઈરાકની જથ્થાની મર્યાદાને લઈને વેનેઝુએલા અત્યારે વિકલ્પ બની રહ્યો છે.

અમેરિકા હવે આ પરિસ્થિતિમાં ભારત માટે કયો વિકલ્પ પસંદ કરે છે તેના પર મીટ મંડાયેલી છે. હવે ભારત સાઉદી પાસેથી ૧૧% અને યુએઈ પાસે ૩૭% વધુ તેલ ઉપાડયું છે. ભારત ઈરાક પાસેથી પણ ૩.૩% નો વધુ ઉપાડ કર્યો છે. ત્યારે ભારતની તેલની આપૂર્તી માટે અમેરિકાએ જવાબદારી ઉપાડી છે. પરંતુ ભારતની જરૂરીયાત માટે ઈરાનનું વિકલ્પ મળ્યું નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.