વર્લ્ડ કપ સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડથી હારીને બહાર થયેલી ભારતીય ટીમમાં ઘણાં મોટા ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે વિરાટ કોહલી પાસેથી વનડે અને ટી20ની કેપ્ટનશીપ લઈને રોહિત શર્માને આપવામાં આવે તેવી શક્યતા છે. કોહલી ટેસ્ટના કેપ્ટન રહેશે. સમીક્ષા પછી ટીમમાં અન્ય પણ મોટા ફેરફાર થઈ શકે છે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે, ટીમને સારી બનાવવા માટે ખૂબ ઝડપથી પરિવર્તનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, આ યોગ્ય સમય છે કે, રોહિત શર્મા 50 ઓવર ફોર્મેટની કેપ્ટનશીપ સંભાળી લે અને તે માટે માનસીક રીતે તૈયાર થઈ જાય. તે માટે વર્તમાન કેપ્ટન અને ટીમ મેનેજમેન્ટે સમર્થન પણ જાહેર કર્યું છે. તેમણે હાલના કેપ્ટન વિરાટ કોહલી અને વાઈસ કેપ્ટન રોહિત શર્મા વચ્ચે વિવાદ હોવાની વાત નકારી દીધી છે.