દરિયાકાંઠાના વિસ્તારોમાં હજ્જારો લોકોના સ્થાનાંતરની તૈયારી: એનડીઆરએફની ટીમો કરી દેવાઈ તૈનાત: રાજકોટ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત, ભરૂચ અને સાણંદ સહિતના સ્ળોએ વરસાદની આગાહી

આવતીકાલે મધરાત્રે ‘મહા’ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ટકરાવાનું છે જો કે આ વાવાઝોડુ દરિયાકાંઠે ટકરાય તે પૂર્વે જ ‘મહા’ વાવાઝોડુ નબળુ પડે તેવી સંભાવના જોવા મળી રહી હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે. વધુમાં સંભવત અસરના પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના હજ્જારો લોકોના સ્થાનાંતરની તૈયારી પણ કરી દેવામાં આવી છે. ઉપરાંત અનેક સ્થળએ એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાની સંભવત અસરને પગલે રાજકોટ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત, ભરૂચ અને સાણંદ સહિતના સ્ળોએ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું મહા વાવાઝોડુ સીવીયરમાંથી એકસ્ટ્રીમીલીયર સીવીયર સાયકલોન સ્ટોર્મમાં ફેરવાયું હતું. જેના કારણે વાવાઝોડાના પવનની ગતિ વધી ૧૬૦ થી ૧૭૦ પ્રતિ કલાકે પહોંચી હોવાનું નોંધાયું હતું. પરંતુ બાદમાં ૭મીએ વાવાઝોડાની ઝડપ માત્ર ૮૦ કિ.મી. પ્રતિ કલાક થઈ જવાની છે. આ વાવાઝોડુ હાલ ૨૨૦ પ્રતિ કલાકની ઝડપી આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર અંગે હવામાન વિભાગ તરફી જાહેર કરવામાં આવ્યું છે કે, આવતીકાલે મધરાત્રે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ‘મહા’ વાવાઝોડુ ટકરાય તે પૂર્વે જ નબળુ પડી જાય તેવી શકયતાઓ જોવા મળી રહી છે. જો કે વાવાઝોડાની સંભવિત અસરના કારણે તંત્ર દ્વારા દરિયાકાંઠાના અનેક વિસ્તારોમાંથી હજ્જારો લોકોના સ્થાનાંતરની તૈયારીઓ કરી દીધી છે.

વધુમાં એનડીઆરએફની ટીમોને પણ અનેક જગ્યાએ તૈનાત કરી દેવામાં આવી છે. વાવાઝોડાના પગલે રાજકોટ, પોરબંદર, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરત, ભરૂચ અને સાણંદ સહિતના સ્થળોએ વરસાદની આગાહી આપવામાં આવી છે. વધુમાં રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની અસરી ઓછામાં ઓછુ નુકશાન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ૧૫ બીજા રાજયોની એનડીઆરએફની ટીમ સાથે કુલ ૩૦ એનડીઆરએફની ટીમો તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત માછીમારી કરવા ગયેલી ૧૨૬૦૦ જેટલી બોટોમાંથી ૧૨૦૦૦ જેટલી બોટો ગુજરાતના દરિયાકાંઠે પરત ફરી ચૂકી છે.

અબડાસામાં ૨ ઈંચ અને ભચાઉ-નખત્રાણામાં ૧ ઈંચ વરસાદ

હવામાન વિભાગના જણાવ્યાનુસાર વાવાઝોડાની વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની છે. ઉપરાંત કચ્છમાં પણ તેની અસરતળે ૫૦ થી ૬૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાનો છે. ઉપરાંત કચ્છના મોટાભાગના વિસ્તારમાં કાલી બે દિવસ વરસાદનું જોર પણ રહેવાનું છે. વધુમાં વાવાઝોડાની અસરથી ગઈકાલે કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં અબડાસામાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ભચાઉ અને નખત્રાણામાં ૧-૧ ઈંચ વરસાદ પડયો હતો. ઉપરાંત લખપતમાં પણ વરસાદથી ઝાપટા પડયા હોવાનું નોંધાયું છે.

એનડીઆરએફની ૬ જેટલી ટીમોને રાજકોટની બદલે જામનગરમાં એરડ્રોપ કરાઈ

ગાંધીનગરી મળેલા આદેશ અન્વયે વાયુસેનાના એરક્રાફટ મારફતે ગઈકાલે એનડીઆરએફ પાંચ ટીમોને પૂણેીથી એરલીફટ કરીને રાજકોટ લઈ આવવામાં આવનાર હતી. પરંતુ રાજકોટ એરપોર્ટમાં ફલાઈટનું શેડયુલ હોય સમય અનુકુળ ન આવતા એનડીઆરએફની આ ટીમોને જામનગર ખાતે એરડ્રોપ કરવામાં આવી હતી. વધુમાં રાજકોટ વહીવટી તંત્રને પાંચ ટીમોની જાણ કરવામાં આવી હતી પરંતુ અંતિમ સમયે ટીમોની સંખ્યા વધારીને ૬ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ તમામ ટીમોને હવે સેન્ટરો ફાળવી દેવામાં આવનાર છે. જ્યારે રાજકોટ માટે પણ એક એનડીઆરએફ ટીમ તૈનાત રાખવામાં આવનાર છે.

મોટાભાગના સેન્ટરોમાં આજી માર્કેટીંગ યાર્ડ બંધ

‘મહા’ વાવાઝોડાની સંભવિત અસરને પગલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ભારે પવન પણ ફૂંકાવાનો હોવાનું હવામાન વિભાગે જાહેર કર્યું છે ત્યારે માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડૂતોની જણસીને નુકશાન ન થાય તે માટે સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરોમાં આજી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ, કાલાવડ, મોરબી, સાવરકુંડલા, ગઢડા સહિતના સેન્ટરોમાં માર્કેટીંગ યાર્ડ આજી અચોક્કસ મુદત સુધી બંધ રહેવાના છે. જ્યાં સુધી વાતાવરણ ચોખ્ખુ ન થાય ત્યાં સુધી આ માર્કેટીંગ યાર્ડોમાં આવક-જાવક બંધ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.