કોર્પોરેશન દ્વારા અપાયું આમંત્રણ: ગાંધી અનુભૂતિ કેન્દ્ર ઉપરાંત અન્ય ૩ થી ૪ પ્રોજેકટ્સના લોકાર્પણ માટેની પણ તૈયારી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જયાં અભ્યાસ કર્યો હતો તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કુલ ખાતે મહાપાલિકા દ્વારા ૨૬ કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. મોટાભાગનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે વિશ્વ માટે એક પ્રેરણાદાયક ટુરીસ્ટ પોઈન્ટ બની રહેનાર ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે કોર્પોરેશન દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
દરમિયાન વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધી અનુભૂતિ કેન્દ્રના લોકાર્પણ વડાપ્રધાન આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ રાજકોટ આવે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે જોકે હજુ સુધી આ અંગે પીએમઓ દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી નથી છતાં મહાપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
કોર્પોરેશન દ્વારા આલ્ફેડ હાઈસ્કુલ ખાતે ૨૬ કરોડના ખર્ચે ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીં બનનાર સોવેનીયર શોપનું સંચાલન સાબરમતી ટ્રસ્ટને સોંપવા અંગેની દરખાસ્ત ગઈકાલે જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવી હતી.
ગાંધી અનુભૂતિ કેન્દ્રનું મોટાભાગનું કામ પૂર્ણતાના આરે હોય મહાપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લોકાર્પણ કરવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અગાઉ એવી ચર્ચા ચાલતી હતી કે ૨જી ઓકટોબર અથાત ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવશે અને તેઓ રાજકોટમાં બનેલા ગાંધી મ્યુઝીયમનું લોકાર્પણ કરશે. વિશ્વસનીય સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ આગામી ૩૦મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે .
તેઓના હસ્તે આણંદ ખાતે ચોકલેટ ફેકટરીનું ઉદઘાટન કરવામાં આવશે. ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન રાજકોટ ખાતે આવે અને આલ્ફેડ હાઈસ્કુલમાં રૂ.૨૬ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું લોકાર્પણ કરે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે.
આગામી એકાદ-બે દિવસમાં આ અંગે સતાવાર જાહેરાત કરવામાં આવશે. મહાપાલિકા દ્વારા મોટાભાગની તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. વડાપ્રધાનની રાજકોટની મુલાકાત દરમિયાન અન્ય ૩ થી ૪ પ્રોજેકટોનું લોકાર્પણ થાય તે રીતની તૈયારીઓ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.શરૂ અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ રાજકોટમાં આવેલી આલ્ફેડ હાઈસ્કુલ ખાતે અભ્યાસ કર્યો હતો જયાં મહાપાલિકા દ્વારા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વભરના પર્યટકો માટે એક પ્રેરણાદાયી ટુરીસ્ટ બની રહેશે.