ભારતમાં હાલ ૬.૫૦ ટકા રેપોરેટ, દર બે મહિને મોનીટરી પોલીસી દ્વારા નકકી કરાય છે બેંકોને ચૂકવાતુ રેપોરેટ
૫મી ડિસેમ્બરે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદર અને મોનીટરીંગ પોલીસી અંગે મહત્વની બેઠક થનાર છે. પરંતુ અર્થ વ્યવસ્થામાં સામાન્ય ગ્રોથ છતાં આરબીઆઈ ૫મી ડિસેમ્બરે વ્યાજદર યથાવત રાખે તેવી શકયતાઓ છે. જૂન બાદ આરબીઆઈએ દરેક વખતે મોનીટરી પોલીસીમાં રીવ્યુના રેટ વધાર્યા હતા પરંતુ ઓકટોમ્બરમાં આરબીઆઈએ પોલીસી રેટમાં કોઈપણ ફેરફારો કર્યા ન હતા. ભારતમાં હાલ ૬.૫ ટકા રેપોરેટ છે અને મોનીટરી પોલીસી રીવ્યુ દર બે મહિને એક વખત કરવામાં આવે છે.
આરબીઆઈ અન્ય બેંકોને તેના દિવસભરના કામ માટે જે ચૂકવણી કરે છે તેને રેપોરેટ કહેવામાં આવે છે. મોનીટરી પોલીસી કમીટી અંતર્ગત આ રેપોરેટ નકકી કરવામાં આવે છે. આ વખતે એમપીસીની બેઠક આજથી શરૂ થનાર છે. જેમાં ૫મી ડિસેમ્બરે નવી રેપોરેટ પોલીસીને લઈ નિર્ણયો થશે. પરંતુ આ વખતે વ્યાજદર યથાવત રહે તેવી શકયતાઓ વધુ છે.
આ પૂર્વે ઓકટોમ્બરમાં થયેલી પોલીસી રીવ્યુ બાદ ડોલરની સામે રૂપિયો મજબૂત રહ્યો હતો અને એક ડોલર સામે રૂપિયાનો ભાવ ૭૦ ઉપર પહોંચી ગયો હતો.આ દરમિયાન ક્રુડ ઓઈલના ભાવમાં પણ ઘટાડો આવ્યો હતો. જો કે, સપ્ટેમ્બરના કવાર્ટરમાં ભારતની ગ્રોથરેટ નીચલી કક્ષાએ જતા ૭.૧ ટકાએ પહોંચી હતી. જયારે તેના પહેલાના કવાર્ટરમાં ગ્રોથરેટ ૨ વર્ષમાં સૌથી વધુ રહી હતી.