અમેરિકા સાથેના દ્વિપક્ષીય વેપારથી ૧૦ લાખ કરોડથી ૨૦૨૩-૨૪માં ૩૫ લાખ કરોડ પહોંચવાની સંભાવના
ચીન સાથેના અમેરિકાના ટ્રેડવોરથી ભારતનો સોનાનો સૂરજ ઉગશે
કલકતા ખાતે ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આવનારા ૨૦૨૩-૨૪ એટલે કે આવતા પાંચ વર્ષમાં ભારત-અમેરિકાનો વેપાર ત્રણ ગણો થઈ જવાની પણ શકયતા સેવાઈ રહી છે. ઈ-કોમર્સ, હાઈટેરીફ સહિતનાં અનેકવિધ મુદાઓનાં કારણે ભારત-અમેરિકા વચ્ચેનાં વેપારમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. હાલ ભારત અમેરિકા વચ્ચે દ્વિપક્ષીય વેપારની વાત કરવામાં આવે તો તે ૧૦ લાખ કરોડે પહોંચ્યું છે કે જે આવનારા પાંચ વર્ષમાં ૩૫ લાખ કરોડ સુધી પહોંચશે તેવી પણ સંભાવના જોવાઈ રહી છે.
અમેરિકા દ્વારા જીએસપી યોજનાને પણ નાબુદ કરવાની વાત સામે આવી રહી છે કે જે ઈ-કોમર્સ ક્ષેત્ર માટે એક મોટી વાત કહી શકાય ત્યારે જો આ પગલું લેવામાં આવે તો ડયુટી ફ્રી ૩૦૦૦ પ્રોડકટ કે જે ભારત અમેરિકા મોકલી રહ્યું છે તેમાં ૫.૬ બિલીયન ડોલરનો ઘટાડો જોવા મળી શકશે ત્યારે ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખ સરકાર દ્વારા એવી પણ વાત સામે આવે છે કે, હાલ અમેરિકા અને ચાઈના વચ્ચે જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેનાથી ૨૦૦ કંપનીઓ ભારતમાં ફરી આવશે અને ભારત દેશમાં રોકાણ પણ કરશે.
અમેરિકા અને ચીન વચ્ચેનાં ટ્રેડવોરથી ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સનાં પ્રમુખે વિશેષ વાત કરતા જણાવ્યું હતું કે, ભારત કોઈ દિવસ ચીનની સરખામણીમાં કવોલીટી અને પ્રોડકશનમાં આગળ નહીં થઈ શકે પરંતુ હાલ જે ટ્રેડવોર ચાલી રહ્યો છે તેનાથી ભારતનાં વિકાસ માટે એક આશાનું કિરણ પણ ઉદભવિત થયું છે. અંતમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મે માસનાં અંત સુધીમાં ભારત જે મેડિકલ તબીબી ઉપકરણોની આયાત અમેરિકાથી કરતું હતું તેની ડયુટીમાં પણ ઘટાડો થવાની સંભાવના છે જેનો સીધો ફાયદો ભારતનાં અર્થતંત્ર પર હકારાત્મક રીતે પડશે.