દુનિયાભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજહાર ડો. સૈયદના સાહેબ આગામી તા.૧ર જુલાઇ આસપાસ રાજકોટ શહેરમાં પધરામણી કરે તેવો સંકેત સૈયદના સાહેબના પ્રનિનિધિ આમલીએ વ્હોરા બિરાદરોને ગત ગુરુવારની રાત્રિએ આપતાં આ અંગે તેમના પ્રખર અનુયાયીઓમાં હર્ષની લાગણી ઉદભવી હતી.
જો કે રાજકોટ જસદણના આમીલોએ પોતાના સંબોધનમાં સૈયદના સાહેબ કયારે પધારશે કેટલા દિવસનું રોકાણ કરશે અને તેમાં સાનીઘ્યમાં કયાં કયાં ધાર્મિક કાર્યક્રમો થશે તે સ્પષ્ટ કર્યુ નહોતું પણ નીકટના સુત્રોના જણાવ્યા મુજબ ડો. સૈયદના સાહેબ ૧ર જુલાઇ આસપાસ રાજકોટ પધારશ અને અહીંથી સૌરાષ્ટ્રના અનય ગામોનો પ્રવાસ કરશે પણ તૈયારીઓ કરછ એવો ગત રાત્રિએ વ્હોરા બિરાદરોને સંકેત મળ્યો છે.
ગરીબોના પ્રસ્વેદ અને આસું લુંછનારા ૭પ વર્ષીય વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ નામદાર ડો. સૈયદના મુફદલભાઇ સાહેબ સૈફુદ્દીન (ત.ઉ.શ.) એુ જયાથી ધર્મગુરુ તરીકેની ગાદી સંભાળી ત્યારથી તેઓ પોતાના અનુયાયીઓને મળવા માટે સતત દેશ વિદેશની સફર કરી છે હાલમાં તેઓ યુગાન્ડા દેશની સફરે છે ગરીબ અને મઘ્યમવર્ગના વ્હોરા બિરાદરોને અઢળક પ્રકારની મદદ કરી હજારો પરિવારોના જીવનમાં અજવાળુ પાથરનારા ડો. સૈયદના સાહેબ આગામી પખવાડીયામાં રાજકોટ અને ત્યાંથી સૌરાષ્ટ્રના અન્ય ગામોમાં પધારવાના છે. એવી વાતોને લઇ રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરના વ્હોરા બિરાદરોમાં ચોમાસાના પ્રારંભે ખુશાલીના ઘોડાપુર ફરી વળ્યાં છે.