માર્કેટની ડામાડોળ પરિસ્થિતિને કાબુમાં લેવા આરબીઆઈ-સેબીના પ્રયાસો

અર્થતંત્રની સ્થિતી છેલ્લા થોડા સમયથી ડામાડોલ છે. ચાર-પાંચ માસથી કરન્સી ફલોની ગતિ પણ ધીમી પડી છે. જે તરફ ધ્યાન દોરી રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા વ્યાજદરોમાં વધારો કરે તેવી શકયતા સેવાઈ રહી છે.

બજારમાં ડોલરની સામે રૂપીયો પટકાતા તેમજ પેટ્રોલ-ડિઝલના ભાવ સતત વધતા આ સ્થિતિ ઉભી થઈ છે. તાજેતરમાં આરબીઆઈ દ્વારા જારી કરાયેલા રીપોર્ટ મુજબ, નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી બાદ ૫૦૦, ૧૦૦૦ રૂપીયાની ૯૯.૯ ટકા જુની નોટો બેંકમાં પરત જમા થઈ છે.

આ દરમિયાન અર્થ વ્યવસ્થામાં કરન્સી ફલો તેજીથી વધ્યો હતો પરંતુ હાલ માર્કેટમાં સ્થિતિ નબળી પડતા આરબીઆઈ વ્યાજદરોમાં વધારો કરશે તેમ ધારણા છે. વર્ષ ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં ઈન્ફલેશન એન્ડ એફએનઓજીનો ગેપ નકારાત્મક રહ્યો હતો.

પરંતુ ત્યારબાદ ઈન્ફલેશન-ન્યુટરલ આઉટપુટ ગેપની સરખામણીએ એફએનઓજી વધતા સ્થિતિ નિયંત્રીત થઈ હતી. હાલ કથળતી સ્થિતિને નિયંત્રણ હેઠળ લાવી માર્કેટમાં બેલેન્સ જાળવવા આરબીઆઈ નવી પોલીસી અંતર્ગત વ્યાજદરોમાં સીઆરઆરમાં વધારો કરે તેમ વિશ્ર્લેષકોનું માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.