પોઝિટિવિટી રેઇટ 4.5 ટકા, રોજ 1000 ટેસ્ટ કરવાનો ટારગેટ
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઇકાલે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી 22 નવા કેસ નોંધાયા છે. પોઝિટિવિટી રેઇટ ચિંતાજનક 4.50 ટકા જેવો રહ્યો છે. દરમિયાન કોરોનાના સંક્રમણને રોકવા માટે હજી ટેસ્ટીંગ બમણુ કરવામાં આવશે. હાલ 500થી વધુ ટેસ્ટ કરવામાં આવે છે. જે આગામી દિવસોમાં વધારી 1000 સુધી લઇ જવામાં આવશે.
રાજકોટમાં ગઇકાલે કોરોનાના નવા 22 કેસ નોંધાયા હતા. સત્ય સાંઇ રોડ પર કાસા કોપરમાં 90 વર્ષની વૃધ્ધા, રાજદીપ ટાવરમાં 23 વર્ષીય યુવાન, રોયલ પાર્કમાં 44 વર્ષીય મહિલા, પેલેસ રોડ પર જયરાજ પ્લોટમાં 32 વર્ષીય યુવતી, નાના મવા રોડ પર વિવિધ કર્મચારી સોસાયટીમાં 61 વર્ષીય આધેડ, કનકનગરમાં 35 વર્ષીય યુવતી, જૈન દેરાસર પાસે રોયલ નેસ્ટમાં 25 વર્ષીય યુવતી, નારાયણનગરમાં 19 વર્ષીય યુવાન, સિતારામ સોસાયટીમાં 23 વર્ષીય યુવતી, રણછોડનગરમાં 62 વર્ષીય વૃધ્ધ, ગાંધી સ્મૃતી સોસાયટીમાં 77 વર્ષીય વૃધ્ધ, ગઢીયા નગરમાં 20 વર્ષીય યુવતી, ભગીરથ સોસાયટીમાં 45 વર્ષીય મહિલા, સિધ્ધી વિનાયક-2માં 50 વર્ષીય પુરૂષ, સેટેલાઇટ પાર્કમાં 60 વર્ષીય મહિલા, ગાંધી સ્મૃતી સોસાયટીમાં 40 વર્ષીય યુવતી, સંત કબીર રોડ પર 18 વર્ષીય યુવાન, ગાંધી સ્મૃતી સોસાયટીમાં 40 વર્ષીય મહિલા, વાણીયાપરામાં 59 વર્ષના આધેડ, કિશન પાર્કમાં 29 વર્ષીય મહિલા કોરોનાથી સંક્રમિત થઇ છે.
ગઇકાલે 405 વ્યક્તિઓના આરટીપીસીઆર ટેસ્ટ અને 162 વ્યક્તિઓના રેપીડ ટેસ્ટ કરાયા હતાં. કુલ 567 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 22 વ્યક્તિના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવિટી રેઇટ 4.50 ટકા જેવો રહેવા પામ્યો છે. જે ચિંતાજનક છે. રાજ્ય સરકાર દ્વારા પણ ટેસ્ટીંગ વધારવા આદેશ આપવામાં આવ્યા છે. હાલ 500થી 550 વ્યક્તિઓના ટેસ્ટ થઇ રહ્યા છે. જે આગામી દિવસોમાં વધારી 1000 સુધી લઇ લેવામાં આવશે. શહેરમાં હાલ 109 ક્ધટેન્ટમેન્ટ ઝોન છે.