શાહુકારની એક આંખ ચોરની સૌ આંખ
૮૦૦ થી વધુ પોર્ન વેબસાઇટ પર પ્રતિબંધ છતાં પોર્નનું વળગણ દુર થશે?
છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પોર્ન ફિલ્મ કે પોર્ન વેબસાઇટ પર પ્રતિબંધ મુકાયો છે જેમાં ૮૨૭ વેબસાઇટ સદંતર બંધ કરી દેવામાં આવી છે. જો કે જયારે કોઇ વસ્તુ પર પ્રતિબંધ મુકાય ત્યારે તે અન્ય રુપે જોવાય છે. એટલે શાહુકારની એક આંખ અને ચોરનારની સો આંખ જેવો ઘાટ ઘડાયો છે. એક તરફ વેબસાઇટ પર પ્રતિબંધ કરી દેવાયો તો બીજી બીજી તરફ આ કામના માહિર લોકોએ પોર્ન વેબસાઇટની જેમ પોર્ન એપ્લીકેશન શરુ કરી અને આ એપ્લીકેશને સમગ્ર દેશમાં ઘૂમ મચાવી દીધી.
મહત્વનું છે કે પોર્ન હર્બમાં ભારત ત્રીજા સ્થાને છે પ્રથમ અને દ્વીતીય સ્થાને આ યુએસ અને યુકે છે જયારે પોર્નટુ બનેટ પર સદંતર બેન મુકી દેવામાં આવ્યો છે. આ સાઇટે હવે તેના ગ્રાહકોને આકર્ષવા અને સાચવવા માટે મોબાઇલ એપલોન્ચસ કરી અને પોતાનો ગ્રાહક મોબાઇલ એપ દ્વારા પોર્ન સાઇટ જોઇ શકતા જેમાં એરટેલ, રિલાયન્સ જીઓ અને વોડાફોનના કસ્ટમર્સને આ એપ ડાઉન લોડ કરવા માટે મોટી સંખ્યામાં કોલ કરવામાં આવતા.
હજારો લોકો ટવીટ અને રીટવીટ કરી હેસટેગ કરીને પોર્ન એપ ડાઉન લોડ કરવા માટે પ્રેરાઇ રહ્યા છે. પ્રતિબંધ છતાં કોઇ યુઝર પોર્ન એપ કે પોન વેબસાઇટ સર્ચ કરશે તો તેની સામે પગલા લેવાશે. ભારતનાં પોર્ન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવી પોર્ન એપ કે વેબસાઇટમાં ચાઇલ્ડ પોર્ન રેપ પોર્ન અને બીડીએસ પર સદંતર પ્રતિબંધ લગાવાયો છે.
આ અંગે વધુ જણાવતા મદ્રાસ હાઇકોર્ટના વકીલ પી.કે. રાજગોપાલે કહ્યું કે, કોને શું જોવું તે તેની અંગત બાબત છે આમ છતાં ચાઇલ્ડ પોન પર પ્રતિબંધ મુકવો આવકાર્ય છે. કારણ કે આવી પોર્ન વેલસાઇટ કે એપ સમાજમાં ખતરારુપ છે.
પોર્ન વેબસાઇટ પર પ્રતિબંધ મુકવો જરુરી છે કેમ કે તે મહીલાઓ પર અત્યાચાર થવાનું એક કારણ છે.
આ અંગે વધુ જણાવતા સુપ્રિમ કોર્ટના સિનિયર વકીલ એ સરાજજુદીને કહ્યું કે એવા ઘણા બધા સ્ટડી થયા છે જેમાં પાર્નની આદત પડી જાય છે. અને તે સેકસ્યુઅલ વાયોલન્સ સર્જે છે. જો કે આવા પોર્નમાં ઘણી મોટી સંખ્યામાં લોકોને રસ હોય છે. જો સરકાર આ અંગે વધુ મજબુત પગલા લે તો પોર્ન જોનારા ઉપર નિયંત્રણ મેળવી શકાશે.