ભારતને એક સંસ્કૃતિક દેશ ગણવામાં આવે છે. માન, સમ્માન , આદર, ભાવના વગેરે જેવી બાબતોમાં ભારત ખૂબ જ આગવું સાથન ધરાવે છે માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશીઑ પણ માને છે કે ભારતની સંસ્કૃતિ ખૂબ જ અલગ તેમજ સંસ્કારોથી ભરપૂર છે.ભારતની આ આગવી ઓળખ જાળવી રાખવા ભારતની સરકાર દ્વારા અશ્લીલ વેબસાઈટ બંધ કરવાનો ફેસલો લેવામાં આવ્યો હતો. જાણકારી અનુસાર ભારતમાં ઉપયોગમાં લેવામાં આવતી 827 વેબસાઈટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ભારત સરકારને પોતાના આ નિર્ણય પર લોકોના આ ઉપયોગ ક્ષમતા ઘટી જવાની ઉમ્મીદ હતી. પરંતુ ભારતના લોકો જુગાડ કરવામાં પ્રથમ સ્થાન મેળવે તેમ છે પ્ર્તિબંધ બાદ પણ લોકોએ  તેનો રસ્તો શોધી લીધો છે. હાલમાં જ એક જાણકારી મુજબ આંકડાની સંખ્યા ઓછી થવાને બદલે તેમાં વધારો જોવા મળ્યો છે .

જાણકારી અનુસાર 2018માં જાન્યુઆરી અને ઓક્ટોમ્બરની વચ્ચે 1.5 અરબ યુઝર્સને અશ્લીલ વેબસાઈટ પર સમય પસાર કયો છે. નવેમ્બરમાં ઉપભોક્તાની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો ત્યારબાદ ડિસેમ્બરમાં તેજીથી વધારો જોવા મળ્યો.

જાણકારી અનુસાર ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત વેબસાઈટમાં લગભગ 59 વેબસાઈટએ પોતાનો ડેટા કોઈ બીજી વેબસાઈટ પર ટ્રાન્સફર કર્યો છે.જેનાથી ઉપભોક્તામાં કઈ પ્રકારની કમી ન આવે. છતાં પણ પ્રતિબંધ થવાને કારણે વેબસાઈટનો પ્રયોગમાં લોકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.