પોરબંદરમાં તસ્કરો દિન પ્રતિદિન ચોરી કરી રહ્યા છે અને પોલીસને હંફાવી રહ્યા છે, ત્યારે પોરબંદરના હનુમાન ગુફા પોલીસ ચોકી પાસે હરીશ ટોકીઝ પાછળ આવેલ દુકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. જ્યાં દુકાનના તાળા તોડી ટેબલમાંથી  રોકડ રૂપીયા ર8 હજારની ચોરી કરી તસ્કરો લઈ ગયા હોવાની પોલીસને જાણ કરવામાં આવી છે.

પોરબંદરમાં ચોરી થવાના બનાવો વધી રહ્યા છે. દરરોજ એક સ્થળે ચોરીની ઘટના સામે આવે છે ત્યારે વધુ એક સ્થળે ચોરીનો બનાવ બન્યો છે.  પોરબંદરના હનુમાન ગુફા પોલીસ ચોકી નળક આવેલ હરીશ ટોકીઝ પાછળ એવરેસ્ટ એન્ળનીયર્સ નામની દુકાન પંચાવન વર્ષથી ચાલે છે. આ દુકાનના  માલિક પ્રકાશભાઈ રામળભાઈ આરદેશણાના જણાવ્યા મુજબ આ દુકાનમાં ત્રણ દરવાજા છે.

ગઇકાલે રાત્રાીના સમયે આ દુકાનના સાઈડમાં આવેલ દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસી ગયા હતા અને દુકાનમાં આવેલ ટેબલના ખાનામાં પડેલા રૂપીયા ર8 હજારની રોકડ લઈ ગયા હતા. સવારે દુકાને આવતા ચોરી થયાની ખબર પડતાં જ તેમણે પોલીસને જાણ કરી હતી.  ઉલ્લેખનીય છે કે, તસ્કરોએ દુકાનમાં રહેલ કોઈ અન્ય વસ્તુની ચોરી કરી ન હતી. માત્ર  ટેબલના ખાનામાં રહેલ રૂપિયા ર8 હજારની ચોરી કરી લઈ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

હનુમાન ગુફા પોલીસ મથકથી માત્ર 100 મીટર દુર આવેલ દુકાનમાં પણ ચોરી થતા અનેક ચચર્ાઓ જાગી છે. શહેરમાં ચોરીના બનાવ વધી રહ્યા છે, ત્યારે પોલીસે સઘન પેટ્રોલિંગ કરવું જોઈએ તેવી માંગ ઉઠી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.