એક આઈડી હવે એક કરતાં વધુ ડિવાઇસ ઉપર ઉપયોગ નહિં થઈ શકે અબતક-નવીદિલ્હી
આજકાલ લોકો નેટફ્લિક્સ સબસ્ક્રિપ્શન કરવા કરતાં પોતાના મિત્ર કે બહેનપણીના નેટફ્લિક્સનો પાસવર્ડ લઇ તેમાંથી મનોરંજન મેળવે છે. જેના પર નેટફ્લિક્સ દ્વારા લગામ મુકવાની તૈયારીમાં છે. અલબત્ત આ નિર્ણયથી જેઓ પાસે બે ડિવાઇસ છે તેઓને પણ એક એકાઉન્ટમાંથી નેટફ્લિક્સનો લાભ મેળવવા સામે મુશ્કેલી ઉભી થશે
શેર કરવા ઉપર રોક
નેટ ફિક્સ દ્વારા પાસવર્ડ સેલિંગને લઈ નવો નિર્ણય સામે આવી શકે છે જે મુજબ ટેસ્ટિંગમાં કેટલાક નેટફ્લિક્સના યુઝરને જ્યારે જ્યારે અન્ય ડિવાઇસમાંથી લોગ ઇન થયા હોય ત્યારે ત્યારે એક ખાસ મેસેજ મળે છે અને આ લોગ ઇન થનાર વ્યક્તિ તે પોતે જ છે તેવું ક્ધફર્મ કરવાનું કહેવામાં આવે છે.
માત્ર ઓથોરાઇઝ યુઝરને લોગ ઇન
નવા ફીચર મુજબ, જયારે કોઈ યુઝર શેર્ડ નેટફ્લિક્સ એકાઉન્ટ પર પોતાની પ્રોફાઈલ સિલેક્ટ કરશે, ત્યારે પોપઅપ દ્વારા યુઝરને સેન્ડ કરેલા મેસેજ કે મેઈલ દ્વારા વેરિફિકેશન કરવા કહેશે. જો,એ યુઝર તેને બાદમાં પણ વેરીફાય કરી શકે છે. પરંતુ બાદમાં આવેલા પોપઅપ દ્વારા તેઓ પોતાને અધિકૃત યુઝર તરીકે વેરીફાય ન કરાવી શકે તો યુઝરને નવું એકાઉન્ટ સેટ કરવા માટે કહેવામાં આવશે.
જેટ ગતિએ યુઝર્સમાં વધારો
કોરોના મહામારી દરમિયાન નેટફ્લિક્સના યુઝર્સમાં જોરદાર વધારો થયો છે, ગત મહિને નેટફ્લિક્સના યુઝરમાં વધારો થતાં કુલ 20 કરોડ યુઝર્સ થયા છે, સાથે જ તેનો શેર ગત કરતાં 50% વધ્યો છે. પરંતુ આ યુઝર્સને મેન્ટેન કરવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે, કારણ કે 2021માં લોકો ઘરે ઓછો સમય ફાળવી રહ્યા છે.
નવા ફિચરનું ટેસ્ટિંગ
વિડીયો સ્ટ્રીમિંગ કંપની નેટફ્લિક્સ હાલ આ પ્રકારના ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. આ ટેસ્ટ એ સુનિશ્ચિત કરવા માટે કરાયો છે કે યુઝર તેમના એકાઉન્ટનો ઉપયોગ છે કે કેમ તે જાણી શકાય. કંપનીના ટર્મ્સ ઓફ સર્વિસ મુજબ, તમે તમારા નેટફ્લિક્સનો પાસવર્ડ અન્ય લોકો સાથે શેર કરી શકો નહીં. નેટફ્લિક્સ જ નહીં તેના હરીફ રહેલા અન્ય પ્લેટફોર્મ્સ પણ પાસવર્ડ શેરિંગનો નિવેડો લાવવા માટે વર્ષોથી રસ્તો શોધી રહ્યાં છે.નેટફ્લિક્સ એકાઉન્ટના પાસવર્ડ શેરિંગ ઉપર રોક લગાવવા તૈયારી